Cli
ભુજના યુવકની ઈમાનદારી પર અમેરીકન મહીલા ફિદા થઈ, આંખો માં આંશુ સાથે ભારતના વખાણ કરી કહ્યું કે હવે...

ભુજના યુવકની ઈમાનદારી પર અમેરીકન મહીલા ફિદા થઈ, આંખો માં આંશુ સાથે ભારતના વખાણ કરી કહ્યું કે હવે…

Breaking

ભારત દેશમાં ઘણા બધા વિદેશી પ્રવાસીઓ આવતા હોય છે અને પોત પોતાના અનુભવ શેર કરતાં હોય છે ભારતીય સંસ્કૃતિ રીતી રિવાજ અને પરંપરા હંમેશા વિદેશી લોકો માટે આકર્ષિત રહી છે જેના કારણે ઘણા બધા દેશના પ્રવાસીઓ ભારતના વિવિધ ક્ષેત્રમાં પ્રવાસ ખેડતા જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં ગુજરાતના ભુજના યુવાને.

પોતાની ઈમાનદારીથી સમગ્ર દેશનું ગૌરવ વધારી દીધું છે અમેરીકન યુવતીએ પોતાના વિડીયોમાં જણાવ્યું કે મને લાગે છે કે ભારતમાંથી ઘણી વાર નકારાત્મક મેસેજ આવ્યા હશે પરંતુ અહીં અમારી સાથે ખૂબ જ હકારાત્મક જોવા મળ્યું છે ભારત ખૂબ જ સુંદર દેશ છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક અમેરિકન દંપતિ ભુજના યુવાન નો આભાર માની રહ્યુ છે સમગ્ર ઘટના અનુસાર સ્ટેપની અને પીટર નામના અમેરિકન પતિ પત્ની યુગલ થોડા દિવસ પહેલા ભારત ફરવા માટે આવ્યું હતું આ યુ ટ્યુબર દંપતી જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યું હતું ત્યારે તેમનું પાકીટ ટ્રેનમાં જ ભુલાઈ ગયું હતું પરંતુ આ પાકીટ તેમને ડોક્યુમેન્ટ રોકડ રૂપિયા અને.

એટીએમ સહિત પાંચ દિવસમાં પાછું મળી ગયું હતું જેમાં એટીએમ વોલેટ કાર્ડ અને હજાર જેટલા રોકડ રૂપિયા અને જેમાંથી તેમનુ ઈન્સ્ટાગ્રામ અને ઈમેલ આઇડી મળતા ભુજના રેલવે સ્ટેશન પર રેસ્ટોરન્ટ ચલાવતા ચિરાગ રાજગોર ને આ પાકીટ મળી આવ્યું હતું તેઓ 22 ડીસેમ્બર ના રોજ પોતાના પરિવાર જનો આવવાના કારણે.

તેમને લેવા ગયા હતા જ્યારે તેઓ સામાન્ય લઈ રહ્યા હતા ત્યારે સીટ પર તેમને આ પાકીટ પડેલું મળ્યું હતું તેમને ઇમેલ આઇડી અને ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી તે અમેરીકન દંપતિ નો સંર્પક કર્યો પાકીટમાં 15 જેટલા કાર્ડ અને યુટ્યુબ ચેનલ લગતી માહીતી પણ હતી અમેરિકન દંપતિ સાથે સંપર્ક આ મામલે ચિરાગ રાજગોરે.

જણાવ્યું કે તે દંપતી એ તેમને જણાવ્યું હતું કે અમે ભુજથી આગળ ચાલ્યા ગયા છીએ અમે પરત 24 ડિસેમ્બરના રોજ ફરીશું આભાર વ્યક્ત કરી અને અમારું એડ્રેસ માગ્યું તેઓ 24 ડિસેમ્બરના રોજ પરત ફર્યા ચિરાગ નામની શોધ સાથે તેઓ હોટલ પર આવ્યા અને ચિરાગ એ સહી સલામત તેમના તમામ કાર્ડ અને રોકડ રૂપિયા પરત કર્યા.

પાકીટ સહી સલામત જોઈ અને અમેરિકન દંપતીએ આભાર વ્યક્ત કર્યો જ્યારે તેઓ ચિરાગ રાજગોર ને ટીપ આપવા ગયા ત્યારે ચિરાગ રાજગોરે જણાવ્યું કે ભગવાનની દયા છે કશું જ મારે જોઈએ નહીં એમ જણાવી તેને એક પણ રૂપિયો લેવાની ના પાડી દીધી ચિરાગે જણાવ્યું કે હું મારી હોટલ પર આવેલા ઘણા બધા લોકો.

જે પોતાનું પાકીટ અને મોબાઈલ ભૂલી જતા હોય છે તેમને હું પરત કરું છુ અમેરીકાના આ દંપતીએ વિડીઓ શેર કર્યો જેના પર 15 લાખથી વધુ વ્યુ આવી ગયા છે અમેરીકન યુવતીએ સ્ટેફીની એ જણાવ્યું કે મારી આંખો માંથી આંશુ આવી રહ્યા છે ભારતીય યુવાન કેટલો ઈમાનદાર છે તે ટીપ લેવાની પણ ના પાડે છે ભારતની સંસ્કૃતિ સંસ્કાર અને.

સભ્યતા જોતા અમે ભારતને ખુબ પ્રેમ કરીએ છીએ તેને ભારતના લોકોને પોતાના વિડીયોમાં માયાળુ જણાવ્યા હતા ચિરાગ રાજગોરે જે ઈમાનદારી થી વિદેશી દંપતી ને પાકીટ પરત આપ્યું તેની આજે સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે ચિરાગે ના માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશનું નામ આજે વિશ્વ માં એક ઈમાનદાર પ્રામાણિક તરીકે સાબિત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *