તાજેતરમાં ગાંધીનગર પશુપાલક વિભાગ દ્વારા હંમેશા ની જેમ આ વર્ષે પણ દુધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે હરીફાઈ યોજાઈ હતી જેમાં પાટણ જિલ્લા ના કમલીવાડા ગામના પશુપાલક દેશાઈ ઘેમર ભાઈ વિરાભાઈની બન્ની જાતની ભેંસ રોજનું 27.600 લીટર દુધ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવતા 25 હજારનું ઇનામ.
પશુપાલક ઘેમર ભાઈ માટે જાહેર કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે પાટણ જિલ્લાનો પછાત જિલ્લામાં સમાવેશ થાય છે જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે અને દૂધ ઉત્પાદન સાથે પોતાની આજીવિકા મેળવતા હોય છે એ વચ્ચે થોડા દિવસો માં.
રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે પુરસ્કાર અને રોકડ રકમના ચેક આપીને પશુપાલકોને સન્માનિત કરવામાં આવશે આ બાબતે પશુપાલક દેસાઈ ઘેમરભાઈએ જણાવ્યું હતું કે તેમને બન્ની ભેંસ વધુ દૂધ આપે તેના માટે તેની ખૂબ કાળજી રાખવામાં આવે છે તેને બંને ટાઈમ ઘઉં પાપડી સાગરદાણા અને.
મકાઈનું મિક્ષણ કરીને ખોરાક આપવામાં આવે છે અને તેને લીલો ચારો સુકી ચાર અને બુલેટ ઘાસ પણ ખવડાવવામાં આવે છે બન્ની ભેંસ રોજ 1300 થી 1400 રુપીયાનુ દુધ આપે છે રોજનું તે 27 લીટર ટાઈમ દૂધ આપે છે આ દૂધને તેઓ ડેરીમાં ભરાવી અને પોતાની આજીવિકા મેળવે છે.
આ ભેસં સૌથી વધારે દૂધ આપે છે તેના કારણે ઘણા બધા લોકો આ ભેંસને જોવા માટે પણ આવે છે પશુપાલક ઘેમરભાઈએ જણાવ્યું હતું કે ચાર પાંચ મહિના પહેલા આ ભેંસ વિયાણી હતી આ સમયે એક વેપારીએ તેમની પાસેથી પાંચ લાખ અગિયાર હજાર રૂપિયામાં આ ભેંસ માગી હતી.
એ છતાં પણ તેમને વેચવાની ના પાડી દીધી હતી તેઓ આ ભેંસની ખૂબ માવજત કરી રહ્યા છે આજે ઘણા બધા યુવાનો સરકારી નોકરી માટે વલખા મારી રહ્યા છે ત્યારે માલધારી પરિવારના ઘેમર ભાઈ આજે નોકરીયાતને શરમાવે તેવી કમાણી પશુપાલન ના વ્યવસાય થી કરી રહ્યા છે આપનો આ વિશે શું અભિપ્રાય છે.