તમે પશુપાલક તો ઘણા જોયા હશે પણ શું કોઈ એવું વ્યક્તિ જોયું જેને હોટલ નો વ્યવસાય બંધ કરી પશુપાલન શરૂ કર્યું હોય અને એ પણ બકરી પાલન નું.તમને થશે કે આવો કયો ગાંડો વ્યક્તિ હશે જે હોટલ નો ધંધો છોડી બકરીઓ સાથે મગજમારી કરી રહ્યો હોય.
તો અમે તમને જણાવી દઇએ કે આ વ્યક્તિ નું નામ હેમરાજ છે જે કિશનગઢનો રહેવાસી છે ખાસ વાત તો એ છે કે હેમરાજ યુવાન છે અને તેનું કહેવું છે કે બકરી પાલન શરૂ કરવાનો તેને કોઈ અફસોસ નથી.હેમરાજ નું કહેવું છે કે મહામારી સમયે તે હોટેલનો વ્યવસાય કરતો હતો પરંતુ મહામારી માં આ ધંધો બંધ થઈ ગયો.જે બાદ તેને સમજાતું ન હતું કે તેને કયો વ્યવસાય કરવો,તેની પાસે ખાસ પૈસા પણ ન હતા.
એવામાં તેને પોતાના ગામના પશુપાલકોને જોઈ પહેલા ભેંસ લાવવાનો વિચાર કર્યો પરંતુ બાદમાં બકરી લાવી નવો વ્યવસાય શરૂ કર્યો.તેનું કહેવું છે કે શરૂઆતમાં તેને ઓછી બકરી લાવી હતી,તે સમયે તેની પાસે પૈસા ન હતા જેને કારણે તે સંઘરી રાખેલું અનાજ જ બકરીઓ ને ખવડાવતો હતો તેને બકરી રાખવાના શેડ પણ નાના બનાવ્યા હતા.
જો કે હાલમાં તે આ વ્યવસાયથી ૧૫ લાખ જેટલી આવક મેળવે છે તેને ધંધામાં જ રસ રહ્યો છે તેથી તેને નોકરીનો વિચાર ક્યારે આવ્યો જ નથી.વાત કરીએ કેવી બકરી પાળવી,કે બકરી પાલનની શરૂઆતમાં કઈ સાવચેતી રાખવી તે અંગે તો હેમરાજનું કહેવું છે કે સિરોઈ બ્રીડ ની બકરી સૌથી સારી હોય છે તે બધું જ ખાઈ લેતી હોય છે,તેની રોગપરતિકારકશક્તિ ખૂબ વધુ હોય છે સાથે જ તે બે બચ્ચાં આપે છે જેનાથી સારું દૂધ મળી રહે છે.
હેમરાજ નું કહેવું છે કે બકરી પાલન હમેશા ઓછી બકરીઓ થી શરૂ કરવું તેમજ બકરી લાવતા પહેલા તેમને થતી બીમારી અને તેની સામેના રક્ષણ અંગે પૂરતી જાણકારી મેળવી લેવી જોઈએ.જો આમ કરવામાં આવે તો એક બકરી પાસેથી ૧૫ હજાર રૂપિયા મેળવી શકાય છે.