દુનિયાભરમાંથી ક્રિકેટ જગતને લઈને ઘણા સમાચારો સામે આવતા રહે છે એ વચ્ચે પાકિસ્તાની હિન્દુ ક્રિકેટર દાનીસ કનેરીયા સાથેની એક ઘટના તાજેતરમાં ખુબ ચર્ચાઓ માં આવી છે પાકિસ્તાની દિગ્ગજ લેગ સ્પિનર દાનીસ કનેરીયા પોતાની ધારદાર સ્પિન બોલિંગ માટે જાણીતા છે તમને પાકિસ્તાન માટે 61 ટેસ્ટ મેચમાં 261 વિકેટ મેળવી છે.

જેની સાથે 15 વન ડે મેચ પણ સામેલ છે દાનીસ કનેરીયા પાકિસ્તાન તરફ થી રમનાર બીજા હિન્દુ ખેલાડી છે તેઓએ સાલ 2000 માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યુ હતું ત્યારબાદ તેઓ દસ વર્ષ સુધી પાકિસ્તાની ડ્રેસીંગ રૂમનો ભાગ બન્યા હતા તેમને પોતાના ક્રિકેટ કેરિયર દરમિયાન 15 વાર ટેસ્ટ મેચમાં.
પાંચ વિકેટ મેળવ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તો બે વાર એક જ મેચમાં તેમને 10 વિકેટો પણ ખેરવી હતી દાનિશ કનેરિયા પાકિસ્તાની ક્રિકેટ ટીમના સફળ સ્પિનર તરીકે સાબિત થયા હતા જો કે તેમનાથી વધારે વિકેટો માત્ર વસીમ અક્રમ વખાર યુનુસ અને ઈમરાન ખાને લીધી હતી.

દાનિશ કનેરીયા ને લઈને પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે બે વર્ષ પહેલાં ખુબ મોટો ખુલાસો કર્યો હતો તેમને જણાવ્યું હતું કે દાનિશ કનેરીયાની સાથે તેમના સાથી ક્રિકેટરો ખૂબ જ પક્ષપાત કરતા હતા કારણ કે તેઓ હિન્દુ હતા સોયબ અખતરે આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે દાનિશ સાથે.

દૂર વ્યવહાર કરવામાં આવતો હતો તેમની સાથે જમવા પણ અન્ય ક્રિકેટરો બેસતા ન હતા પરંતુ આ વિશે દાનીસ કનેરીયા એ કોઈ નિવેદન આપ્યું નહોતું કે જાહેર માં આવી આ વાતની પુષ્ટિ કરી નહોતી દાનીસ કનેરીયા પર સ્પોટ ફિક્સિંગ નો આરોપ લાગ્યો હતો ત્યારબાદ તેનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયર પૂર્ણ થયું.

સાલ 2012 માં ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે દાનીસ કનેરીયા પર પોતાના સાથીઓને કથીત રીતે સ્પોટ ફિક્સિંગ માટે લોભાવવા ના આરોપો સાથે તેમને હંમેશા માટે આજીવન ક્રિકેટ માં બેન કરી દિધા હતાં તેમના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો એ સમયે કેનેરીયા એક્સેસ કાઉન્ટી નો ભાગ હતા.