પૂર્વ સાંસદ રાજ બબ્બર સામે મારપીટના 28 વર્ષ જુના મામલે MP MLA કોર્ટ ફેંશલો સંભળાવ્યો છે કોર્ટે રાજ બબ્બરને મારપીટના દોષિત માનતા 2 વર્ષની સજા અને 8500 રૂપિયાયનો દંડ ભરવાની સજા ફટકારી છે પરંતુ રાજ બબ્બરે આ મામલે અપીલ કરવાની વાત કહી છે ઘટના 2 મેં 1996 ચૂંટણી દરમિયાનની છે.
રાજ બબ્બર સમાજવાદી પાર્ટીમાં હતા ચૂંટણી દરમિયાન વજીરગંજ એરિયામાં બુથ પર ગયા હતા આરોપ છેકે ત્યાં એમણે બોગસ મતદાનનો આરોપ લગાવતા શિવ કુમાર સિંહથી મારપીટ કરી હતી મતદાન અધિકારી કૃષ્ણાએ રાજ બબ્બર અરવિંદ યાદવ સહિત કેટલાય અજ્ઞાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
ચાલુ કેસ દરમિયાન અરવિંદ યાદવનું નિધન થઈ ગયું કોર્ટે હવે કેટલાક સબુતોને આધારે રાજ બબ્બને દોષિત ઠેરવતા 2 વર્ષની સજા સંભળાવી છે અને સાથે 8500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે રાજ બબ્બરના વકીલ મોહમ્મ્દ સારાન ખાને કહ્યું કે તેઓ કોર્ટના આ નિર્ણયથી સંતુષ્ટ નથી જિલ્લા જજની કોર્ટમાં આ નિર્ણય સામે અપીલ કરશે.