બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત ને મારવા પહોંચેલા તેમના પતિ આદિલ દુરાની ખાન ની પોલીસે આજે ધડપકડ કરી છે અને પોલીસ સ્ટેશનમાં રાખી સાવંતે તેના પર શારીરિક માનસિક ટોર્ચર ના આરોપો લગાવ્યા છે સાથે રાખી સાવંતે આદીલ દુરાની ને દોઢ કરોડ રૂપિયા બિઝનેસ માટે આપેલા છે તેના પુરાવાઓ પણ રજુ કર્યા છે.
મિડીયા રીપોર્ટ અનુસાર આદિલ દુરાની ખાન પર 406 504 506 330 ચાર કલમો દાખલ કરવામાં આવી છે અંને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આદિલ ખાનની પુછપરછ કરી રહી છે જે પણ આરોપ રાખી સાવંતે આદિલ પર લગાવ્યા છે તેની સફાઈ આપી અને પોલીસ સામે આદિલ નુ સ્ટેટમેન્ટ લેવામાં આવશે.
મિડીયા સાથે ની વાતચીત માં રાખી સાવંતે જણાવ્યું હતું કે આજે સવારે મને આદિલ ખાન મારવા પહોંચ્યો હતો આ દરમિયાન મેં પોલીસ ને જાણ કરતા તેને પકડી લેવામાં આવ્યો છે રાખી સાવંતે જણાવ્યું હતું કે આદિલ દુરાની ખાને તેને દગો આપ્યો છે તેની જીંદગી બરબાદ કરી છે અને તે તેને છોડીને તેની ગર્લફ્રેન્ડ તન્નુ સાથે રહેવા ચાલ્યો ગયો છે.
આ વાત મિડીયા સામે જણાવતાં તેને રાખી ને મારવાનો પ્રયાસ કરતા રાખી સાવંતે પોલીસ સ્ટેશનમાં આદિલ દુરાની ખાન વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવી છે રાખી સાવંતે 7 મહીના પહેલા આદીલ દુરાની ખાન સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને નિકાહ કર્યા હતા મોલવીની હાજરીમાં તેને પોતાનું નામ ફાતીમા.
બદલ્યું હતું આદિલ ખાન સાથે ની નિકાહ ની તસવીરો અને વિડીઓ તેને બિગ બોસ રિયાલિટી શો મરાઠી માંથી બહાર આવીને શેર કરીને જણાવ્યું હતું કે આદિલ ખાન કોઈ અન્ય છોકરી માટે મને દગો આપી રહ્યો છે તેને આદિલ ખાન અને તેની ગર્લફ્રેન્ડ તન્નુ સાથે ની તસ્વીરો ને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
રાખી સાવંતે એમ પણ જણાવ્યું હતું કે આદિલ દુરાની ખાન માટે મેં મુસ્લિમ ધર્મ અપનાવી મારું નામ ફાતિમાં બદલી લીધુ મે નમાજ પણ પડી એને જે પણ કીધું તે કર્યું એના માટે બિઝનેસ માટે મેં પૈસા પણ એને આપ્યા મારી બચતની દોઢ કરોડ ની રકમ એને બિઝનેસ માટે આપી દીધી મારુ ખુબ શારીરિક શોસણ કરીને તે હવે બીજી છોકરી ની.
સાથે રહેવા લાગ્યો છે મેં તેને આમ કરતાં રોકતા તેને મને ખુબ માર માર્યો હતો રાખી સાવંતે જે પૈસા આપેલા છે એના પુરાવા અને સાથે તેને માર માર્યો છે એના હોસ્પિટલના રીપોર્ટ આદિલ દુરાની ખાન ના અવૈધ સંબંધો ના પુરાવા સાથે પોતાનુ મેરેજ સર્ટિફિકેટ અને લગ્ન ની તસ્વીરો પોલીસ સ્ટેશનમાં રજુ કરીને આદિલ ખાન વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવી છે.