Cli
this famous comedian new baby born

કોમેડિયન સુગંધા મિશ્રાના ઘરે બંધાયું પારણું, આપ્યો દીકરીને જન્મ…

Bollywood/Entertainment Breaking

માતાપિતા બનવું એ કોઈપણ દંપતિ માટે ગર્વની અને ખુશીની વાત હોય છે. આ જ કારણ છે કે કોઈપણ સ્ત્રી ભલે કરિયર માં ગમે તેટલી ઊંચાઈ મેળવી લે પરંતુ તેને ખરો સંતોષ તો માતા બન્યા બાદ જ મળતો હોય છે. હાલમાં આવો જ સંતોષ કોમેડિયન સુગંધા મિશ્રાના જીવનમાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ભારતભરમાં એક તરફ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે કોમેડિયન સુગંધા મિશ્રાના ઘરે પારણું બંધાવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.મળતી માહિતી અનુસાર સુગંધાએ ૩૫ વર્ષની ઉંમરમાં હાલમાં એક ક્યુટ દીકરીને જન્મ આપ્યો છે.

વિગતે વાત કરીએ તો ધ કપિલ શર્મા શો પર જોવા મળતી કોમેડિયન સુગંધા મિશ્રાએ લોકડાઉન સમયમાં એક્ટર, કોમેડિયન અને ડોક્ટર એવા સંકેત ભોંસલે સાથે લગ્ન કર્યા હતા. લગ્નના અઢી વર્ષ બાદ હાલમાં સુગંધાએ એક બાળકીને જન્મ આપ્યો છે. હાલમાં જ ડોક્ટર સંકેત ભોંસલે એ કોકિલાબેન હોસ્પિટલમાંથી પત્ની અને બાળક સાથેનો એક વીડિયો શેર કરતા આ અંગે જાણકારી આપી.વીડિયોમાં તમે જોઈ શકો છો કે સંકેત તેની દીકરીને હાથમાં લઈ પત્ની પાસે ઊભો છે અને પતિ પત્નીના ચહેરા પર ખુશી છવાયેલી છે.

આ વીડિયોને શેર કરતા તેમને લખ્યું બ્રહ્માંડે અમને સૌથી સુંદર ચમત્કારથી આશીર્વાદ આપ્યા છે, જે અમારા પ્રેમનું પ્રતીક છે. અમને એક ક્યુટ બાળકીનો આશીર્વાદ મળ્યો છે. કૃપા કરીને તમારો પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રહો જણાવી દે કે સુગંધા મિશ્રા પાછલા કેટલાય સમયથી કોમેડી સાથે જોડાયેલી છે પરંતુ તે કોમેડિયન સાથે એક સારી સિંગર પણ છે અને તેણે સારેગામાપા ના મંચ પર ગીત પણ ગાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *