Cli
rajbha gadhvi father say this about rajbha gadhvi

મારો દીકરો કોઈ દિવસ શાળાએ ગયો નથી ll નથી કોઈની પાસેથી શિક્ષણ લીધું ll આ બધી જોગમાયાની કૃપા છે…

Story

જીવનમાં સફળ થવા ડિગ્રીની નહિ પરંતુ આવડત અને મહેનત ની જરૂર હોય છે. આવું તમે અનેક વાર મોટીવેશનલ સ્પીકર ની વાતોમાં સાંભળ્યું જ હશે અને આ વાક્ય સાંભળતા જ તમને એમ થયું હશે કે આને તો સફળતા મળી ગઈ એટલે બસ બોલ્યા કરે ખરું ને? પરંતુ આજના આ લેખમાં અમે તમને એક એવા ગુજરાતી લોક સાહિત્યકાર, લોક ગાયક વિશે જણાવીશું જેને સાબિત કરી બતાવ્યું છે કે જીવનની સફળતા ડિગ્રી પર નહિ તમારી આવડત મહેનત અને તમારા પરિવારના આશીર્વાદ ઉપર આધારિત હોય છે.

જો તમે લોક ડાયરા સાંભળ્યા હશે તો તમને અંદાજ આવી જ ગયો હશે કે અમે કોની વાત કરી રહ્યા છીએ? હા, અમે વાત કરી રહ્યા છીએ જાણીતા લોક સાહિત્યકાર અને લોક ગાયક રાજભા ગઢવી વિશે ગીરના લિલાપાણી નેસમાં જન્મેલા રાજભા ગઢવીની લોકપ્રિયતા કેટલી છે એ તો તમે જાણતા જ હશો. તમે એ પણ જાણતા જ હશો કે રાજભા એ ખૂબ જ ઓછો અભ્યાસ કર્યો છે. પરંતુ શું તમે એ જાણો છો કે હકીકતમાં રાજભા ક્યારેય શાળાએ ગયા જ નથી.

હવે તમે કહેશો કે, તો શું ગૂગલ પર ખોટી માહિતી છે? તો ના, ગૂગલ પર આપેલી માહિતી ખોટી નથી. રાજભા ગઢવી એ અભ્યાસ કર્યો છે. પરંતુ તેમને જેટલો પણ અભ્યાસ કર્યો છે, જેટલું પણ જ્ઞાન મેળવ્યું છે એ કોઈ શાળામાંથી નહિ પોતાના પિતા પાસે કર્યો છે એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાજભા ગઢવીના પિતાએ જણાવ્યું કે, તે પોતે લખતા વાંચતા શીખ્યા હતા અને જેટલું તેમને આવડતું હતું તેટલું તેમને પોતાના દીકરાને શીખવ્યું હતું. તમને જણાવ્યું કે બંને બાપ દીકરો ભેસ ચરાવવા જતા હતા જે સમયે ચરતી હોય ત્યારે રાજભા ગઢવી તેમને આપેલું લખીને તેમને બતાવતા હતા.

વધુમાં રાજભા ગઢવીને પહેલા પ્રોગ્રામ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૦૧માં રૂપલ માના મંદિરમાં કામ ચાલી રહ્યું હતું તે સમયે રાજભા ગઢવી ત્યાં સેવા આપવા ગયા હતા. ત્યાં તેમને દોહા ગયા હતા જે લોકોને પસંદ આવ્યા હતા. જે બાદ રાજભા ગઢવી બીજની ઉજવણી માં રૂપાલ માં સાથે ગયા હતા. આ દરમિયાન તેમને પોતાની શાલ રૂપલ માને આપી હતી અને રૂપલ મા એ તે શાલ રાજભા ગઢવીને આપતા તેઓ ખૂબ સારું લખશે તેવા આશીર્વાદ આપ્યા હતા. આ જ કારણ છે કે રાજભા ગઢવીના પિતા ગોવિંદભાઈ ગઢવીનો માનવું છે કે તેમનો દીકરાની સફળતામાં રૂપલ માનો હાથ છે.

વધુમાં દીકરાની સફળતા અંગે વાત કરતા તેમને જણાવ્યું કે ૨૦૦૫માં રાજભાનો મુબઈમાં પ્રોગ્રામ થયો હતો.આ પ્રોગ્રામ બાદ તેની સફળતા એટલી વધી કે તેને આજ સુધી પાછુ વળીને જોયું નથી. જો કે ગોવિંદભાઈએ જણાવ્યું કે શરૂઆતમાં રાજભા ગઢવી નેસમાંથી જ પ્રોગ્રામ માટે જતા હતા. તેઓ આખો દિવસ સફેદ ઝભો, પાઘડી પહેરી નેસમાં ભેંસ ચરાવવા જતા અને સાંજના સમયે કપડા બદલી પ્રોગ્રામ કરવા જતા હતાં.

જણાવી દઈએ કે હાલમાં દેશ વિદેશની યાત્રા કરતા રાજભા ગઢવી ને ફરવાનું બિલકુલ પણ શોખ નથી. ઇન્ટરવ્યૂ દરમિયાન આ અંગે વાત કરતા તેમના પિતાએ જણાવ્યું કે રાજભા હમેશા ચાલતા જ ફર્યા છે. તેઓ દૂર સુધી ભેંસ ચરાવવા જતા પરંતુ શહેરમાં તેઓ ફરવા ક્યારેય નહોતા ગયા. એટલું જ નહિ તેમની પાસે ઘણા સમય સુધી ટુ વ્હીલ પણ ન હતી, પૈસાની વ્યવસ્થા થયા બાદ તેમને પહેલા ટુ વ્હીલ વસાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *