Cli
this person problems is very big

લોકોએ ઉડાવી નાકની મજાક, પરિવારે પણ સાથ છોડ્યો, જાણો દિવ્યાંગ વ્યક્તિની કરુણ કહાની…

Story

કહેવાય છે કે જો પરિવારનો સાથ હોય તો માણસ ઊંચો ડુંગર ચડી શકે છે અને પરિવારનો સાથ ન હોય તો માણસ નીચે બે પગલા પણ ચાલી શકતો નથી. પરિવારના સાથની દરેક વ્યક્તિને જરૂર હોય છે તેમાં પણ ખાસ કરીને વ્યક્તિ જો દિવ્યાંગ હોય, તેના શરીરમાં કોઈ ખામી હોય ત્યારે તેને પરિવારના સાથની સૌથી વધારે જરૂર હોય છે. સરકાર ભલે દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગમે તેટલી યોજના બહાર પાડે કે તેમને ગમે તેટલા લાભ આપે પરંતુ જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ પાસે તેના પરિવારનો સાથ નથી તો તે દિવ્યાંગ વ્યક્તિ કશું પણ કરવા સક્ષમ થતો નથી.

આ દુનિયામાં ઘણા એવા દિવ્યાંગ વ્યક્તિ છે જે પોતાની મહેનતથી કંઈક કરવા ઈચ્છે છે, કંઈક મેળવવા ઈચ્છે છે, પોતાનું નામ બનાવવા ઈચ્છે છે પોતાનું ગુજરાન પોતાની જાતે ચલાવાય છે, પરંતુ પરિવાર કે અન્ય વ્યક્તિઓ નો સાથ ન મળતા હારી જતા હોય છે. હાલમાં એક આવા જ વ્યક્તિની કહાની સામે આવી છે હાલમાં બિહારના એક દિવ્યાંગ વ્યક્તિની કહાની સામે આવી છે જે પોતાની જાતે મહેનત કરીને કમાવા તો ઈચ્છા છે પરંતુ પરિવારનો સાથ ન મળવાને કારણે તેનું જીવવું મુશ્કેલ બન્યું છે. આ વ્યક્તિ નું નામ છે અખિલેશકુમાર ઝા. અખિલેશ બિહારના રહેવાસી છે.

મધ્યમ આવક ધરાવતા પરિવારમાં જન્મેલા અખિલેશકુમાર ના પરિવારમાં તેમના પિતા અને મોટો ભાઈ છે. તેમના માતા મૃત્યુ પામ્યા છે. અખિલેશને જન્મથી જ એક પગમાં પોલિયો હતો. તે બાદ તે ચાર પાંચ મહિનાના થયા ત્યારે તેમને એક ગજબની બીમારી થઇ .અચાનક તેમનું નામ ફૂલવા લાગ્યું.નાકની આજુબાજુની ચામડી બહારની તરફ લટકવા લાગી. ડોક્ટરોનું કહેવું હતું કે અખિલેશના શરીરમાં વજન ઓછું હોવાથી માસ બધું બહાર આવી રહ્યું છે.

જોકે આટલી તકલીફો થતાં અખિલેશે હાર માની ન હતી તને મોટા થઈ એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી મેળવી તેઓ મશીનને સાફ કરવાનું કામ કરતા હતા પરંતુ થોડા સમયથી તેમનાથી આ કામ ન થતું હોવાથી તેમને નોકરી છોડવી પડી. અખિલેશનું કહેવું છે કે તેઓ કામ કરવા ઈચ્છે છે પરંતુ પરિવારમાં કોઈ તને સાથ આપવાવાળું નથી. તેમના મોટાભાઈ અને પિતાનું કહેવું છે કે તેમને જાતે જ કંઈક કરવું જોઈએ. વારંવાર પિતા અને મોટાભાઈની વાતોથી અખિલેશ હતાશ થઈ ગયા હતા એવામાં અચાનક કોઈએ તેમને એક સંસ્થા નો નંબર આપ્યો.

અખિલેશે હેલ્પ ડ્રાઈવ નામની આ સંસ્થામાં ફોન કરી પોતાની પરિસ્થિતિ જણાવી અને તેઓ કામ કરવાની ઈચ્છા ધરાવે છે તે પણ જણાવ્યું. અખિલેશની પરિસ્થિતિ અંગે જાણ થતા જ આ સંસ્થાના લોકો તેમના ઘરે આવ્યા અને તેમની સાથે વાત કરી તેમની સંપૂર્ણ પરિસ્થિતિ વિશે જાણ્યું. જે બાદ તરુણ ભાઈ મિશ્રા જેઓ આ સંસ્થાના મુખ્ય વ્યક્તિ છે તેમને અખિલેશ ભાઈને મળીને તેમને દિવ્યાંગ કેબિન શરૂ કરવામાં મદદ કરી. હાલમાં અખિલેશભાઈ દિવ્યાંગ કેબિન ચલાવે છે અને પોતે પગભર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *