સીમા હૈદર આ નામ હાલમાં સોશિયલ મીડિયા પર તેમજ ન્યુઝ ચેનલો પર કોઈ સેલિબ્રિટી કરતા પણ વધારે ચર્ચામાં જોવા મળી રહ્યું છે.દરેક ન્યુઝ ચેનલ,યુ ટ્યુબ ચેનલ પર સીમા અને સચિનની પ્રેમકહાનીની ચર્ચા થઈ રહી છે સાથે જ પોલીસની પૂછતાછ સાથે અન્ય તપાસ એજન્સીઓ દ્વારા પણ કડક તપાસ હાથ ધરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા જ પોલીસ તપાસ દરમિયાન સીમા હૈદર પાસેથી નકલી આધારકાર્ડ,૪મોબાઈલ,અમુક પાસપોર્ટ મળી આવ્યા હતા તેમજ એક પાકિસ્તાની સીમકાર્ડ મળી આવ્યું હતું જે બાદથી સીમાના જાસૂસ હોવાની આશંકા સેવાઈ રહી હતી જેને પગલે હાલમાં જ યુપી એટીએસએ સીમા વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે.
એટીએસની પૂછપરછ બાદ મહત્વની ખબર સામે આવી છે .જે અનુસાર સીમાએ ભારત આવતા પહેલા ૭૦ હજારનો મોબાઈલ ખરીદ્યો હતો.ઉલ્લેખનીય છે આ મોબાઈલ ૮મેના રોજ ખરીદ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.૮મેના રોજ જ સીમાને પાસપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
એટલું જ નહિ સીમાએ પાકિસ્તાની આર્મીમાં રહેલા લોકોને પણ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હોવાની કબૂલાત કરી છે વાત કરીએ એટીએસ દ્વારા સીમા હૈદરને કરવામાં આવેલ પ્રશ્નોની તો તે વોટ્સ એપ ચેટ દરમિયાન ફૂફી કે ફળ જેવા કોઈ કોર્ડવર્ડ નો ઉપયોગ કરતી હતી કે કેમ? તેમજ તેની વાતોનો કોઈ અન્ય કોર્ડવર્ડ છે?વગેરે જેવા પ્રશ્નો કરવામાં આવ્યા હતા.
જણાવી દઇએ કે પાકિસ્તાની સીમા પબ્જી ગેમ મારફત ભારતીય યુવક સચિનના સંપર્કમાં આવી હતી જે બાદથી બંને વચ્ચે પ્રેમ થતા સીમા પોતાના ચાર બાળકો સાથે પાકિસ્તાનથી દુબઈ અને નેપાળના રસ્તે ભારત આવી ગઈ છે.