Cli
શાહરુખ ખાન ની સુરક્ષામા ખામી, મન્નત બંગલામા બે ગુજરાતી વ્યક્તિ ત્રીજા માળે પહોંચી ગયા, પછી થયું એવું કે...

શાહરુખ ખાન ની સુરક્ષામા ખામી, મન્નત બંગલામા બે ગુજરાતી વ્યક્તિ ત્રીજા માળે પહોંચી ગયા, પછી થયું એવું કે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ની સિક્યુરિટી માં ખામી સર્જાતા તેમના મન્નત બંગલામાં બે યુવકો ત્રીજા માળે સુધી પહોંચી ગયા હતા જ્યાં ઉપસ્થિત સિક્યુરિટી જવાનોએ તેમને જોઈ લીધા અને ત્યારબાદ પોલીસને તરત કોલ કરીને આ બંને યુવકોને પોલીસને સોંપી દેવામાં આવ્યા પોલીસ બંને યુવકો ની પૂછપરછ કરી રહી છે.

આ બંને યુવકોની ઉંમર 21 થી 25 વર્ષની છે આ બંને યુવકો ગુજરાતના છે બંને યુવાનો ની વિરુદ્ધ 452 અને 34 ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે મન્નત બંગલામાં એક પક્ષી પણ ના પહોંચી શકે ત્યાં આ બંને યુવાનો કેવી રીતે પહોંચી ગયા અને બધાને નજરોથી બચી અને ત્રીજા માળે સુધી પહોંચી ગયા.

આ ઘટના કાલે રાત્રે બની હતી મીડિયા રિપોર્ટ અનુસાર આ સમયે શાહરુખ ખાન પોતાના ઘેર હાજર નહોતા 6 માળના મન્નત બંગલામાં શાહરુખ ખાનનો પરીવાર બે માળમાં જ રહે છે બાકીના માળમાં ઓફીસ પ્રાઈવેટ જીમ પ્રાઈવેટ થીયેટર સ્વિમિંગ પૂલ ગેસ્ટરુમ લાઈબ્રેરી અને પાર્કિંગ જેવી સુવિધાઓ માટે ઉપયોગ કરવામા આવે છે.

શાહરુખ ખાન ની ઘરની સુરક્ષા મુંબઈ પોલીસ અને તેમના પ્રશનલ બોડીગાર્ડ કરે છે તેમના ઘરની બહાર હંમેશા કડક સિક્યુરિટી જોવા મળે છે શાહરુખ ખાનના મન્નત બંગલા અને તેના આજુબાજુના વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે આજુબાજુ જો કબૂતર પણ બેસે છે તો પણ સિક્યુરિટી ને ખબર પડી જાય છે પરંતુ કાલે રાત્રે.

જે સિક્યુરિટી ની ભૂલ થઈ તેના કારણે ઘણા સવાલો ઊભા થયા છે આવી કડક સિક્યુરિટી ની વચ્ચે પણ આ બંને યુવકો કેવી રીતે મન્નત બંગલાના ત્રીજા માળે સુધી પહોંચી ગયા તે ચર્ચાનો વિષય બની ગયો છે તે મામલે પોલીસ આ બંને યુવક ની કડક પુછપરછ રહી છે જોકે બંને યુવકો પોતાના શાહરૂખ ખાનના ફેન જણાવી રહ્યા છે જે શાહરુખ ખાન ને મળવા આવ્યા હતા.

પરંતુ આ યુવકોની જગ્યાએ કોઈ દુશ્મન પણ હોઈ શકતાં હતાં આ ઘટનાથી લોકોમાં એ મેસેજ ગયો છે કે શાહરુખ ખાન ની સુરક્ષા એટલી કાચી છે કોઈપણ તેમના ઘરમાં પહોંચી શકે છે જોકે શાહરુખ ખાન અને સલમાન ખાન ની સિક્યુરિટી હંમેશા વધુ રાખવામા આવે છે કોઈ પણ સમયે તેમના પણ હુ!મલો થ ઈ શકે છે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *