બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ પઠાણ પોતાના પહેલા બેશરમ રંગ સોંગ રિલીઝ સાથે જ વિવાદો માં ફસાઈ છે આ સોગં માં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરી છે અને તેમાં તે હોટ અને બોલ્ડ સીન શાહરુખ ખાન સાથે આપી રહી છે જેના પર ઘણા લોકોએ વાંધો વ્યક્ત કરી.
હિન્દુ ધર્મ ની આસ્થાનો સાથે ભગવા રંગનો મજાક બનાવ્યો એમ જણાવતાં વિરોધ દર્શાવ્યો છે અને ઠેર ઠેર આ ફિલ્મ નો બહિષ્કાર કરીને દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનના પૂતળા સળગાવવામાં આવી રહ્યા છે હવે આ વિવાદ વચ્ચે અભિનેત્રી અને ટીએમસી સાસંદ નુશરત જહાં દિપીકા પાદુકોણ અને શાહરુખ ખાન ના સપોર્ટ માં ઉતરી આવી છે.
થોડા સમય પહેલા નુસરત એક ટ્વિટ કરીને ફિલ્મ પઠાણને સપોર્ટ કર્યો હતો અને આ વચ્ચે તેને મીડિયા ઇન્ટરવ્યૂમાં ટ્રોલરો પર નિસાન સાધતા જણાવ્યું હતું કે તેમને દરેક વસ્તુઓ સાથે પરેશાની છે મહીલાઓ ના હીજાબ થી તકલીફ છે મહીલાઓ ની બિકીની પહેરવાથી તકલીફ છે આ એ લોકો છે.
જે નવા યુગની મહીલાઓ ને કહી રહ્યા છે કે તેમને શું પહેરવું જોઈએ અમારે કેવી રીતે સ્કૂલમા શું શિખવુ છે શું પહેરવું છે કેવી રીતે જીવવું છે અને ટીવી પર શું જોવું છે આ બધું જણાવીને તે આપણા જીવનને નિયંત્રિત કરવાની કોશિશ કરી રહ્યા છે આ નવો વિકાસ ભારત કહેવાય છે જે ખુબ ડરાવે છે મને ડર છે કે લાંબો સમય બાદ આ ક્યાં લઈ જશે.
વધારે જણાવતા નુસરત જહાં એ કહ્યું કે આ કોઈ વિચારધારા વિશે નથી પરંતુ સત્તામાં બેઠી પાર્ટીના વિશે છે તે એક ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે કોઈ લોકો આ કરે છે તે આધ્યાત્મિક અને ધાર્મિક નથી અને બધો એક એમનો પ્લાન છે અને તે હવે સંસ્કૃતિ અને બિકીની પહેરનાર મહિલાઓ વિશે વાત કરી રહ્યા છે જણાવી ને ભાજપા પર કટાક્ષ કર્યો હતો.