બચપન કા પ્યાર ગીતથી ફેમસ થયેલા સહદેવ દીરડો નું કિસ્મત ચમકી ગયું છે તેને બોલીવુડથી આમંત્રણ મળ્યું છે અને તેને મોટી ફિલ્મ પણ સાઈન કરી લીધી કરી છે સહદેવે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે ફક્ત એક ગીત ગાઈને પુરી દુનિયામાં છવાઈ જશે પહેલા બાદશાહે પોતાઈ સાથે ગાવાનો મોકો આપ્યો.
અને હવે બોલીવુડથી એક મોટો ગોલ્ડન ચાન્સ મળ્યો છે છતીસગઢના પહેલા મુખ્યમંત્રી અજિત જોગીના જીવન આધારિત એક ફિલ્મ બની રહી છે અને એમાં સહદેવ અજિત જોગીનો બાળપણનું પાત્ર નિભાવશે રાજશ્રી સિનેમાના બેનર નીચે રહેલ આ ફિલ્મમાં ઉદિત નારાયણે એક ગીત પણ રેકોર્ડ કરી લીધું છે.
ગીતમાં ઉદિત નારાયણ સાથે સહદેવે પણ પોતાનો અવાજ આપ્યો છે ફિલ્મનું શૂટિંગ 25 જાન્યુઆરીએથી શરૂ થઈ રહ્યું છે છતીગઢમાં કોઈ રાજનેતા પર બનનાર આ પ્રથમ ફિલ્મ છે ફિલ્મ માટે સહદેવનું કામ ચાલુ થઈ ગયું છે પાંચ મહિના પેહેલા સહદેવે સપનામાં પણ નતું વિચાર્યું સ્કૂલમાં કરેલ વિડિઓ રેકોર્ડ એવી ધૂમ મચાવશે કે.
એમને ફિલ્મોની ઓફરો આવવા લાગશે હાલમાં તો સહદેવ પોતાની નાની 10 વર્ષની ઉંમરે એનએફટી લોન્ચ કરનાર દુનિયાના સૌથી નાની ઉંમરના સ્ટાર બની ગયા છે સહદેવને કિસ્મતે સાથ આપ્યો અને આવી સફળતાની સીડી ચડશે એ સહદેવે ક્યારેય નહીં વીચાયું હોય કે આપણે પણ ક્યારેય નહીં વિચાર્યું હોય.