સમગ્ર ગુજરાતમાં થોડા વખત પહેલા ખૂબ જ વરસાદ પડ્યો હતો અને ઘણા વિસ્તારોમાં વીજડી પણ પડી હતી જેમા દ્વારકાધીશએ પણ વીજળી પડી હતી પરંતુ ત્યાં વીજળી ફક્ત દ્વારકાધીશના ટોચે આવેલી ધ્વજ પર પડી અને મંદિરને કંઈ જ નુકસાન થયું ન હતું લોકો કહે છે કે કૃષ્ણ ભગવાનના ચમત્કારનો આ અસર છે જેના પરચા આજે પણ ભગવાન અહીં બતાવે છે.
આ ચમત્કાર દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો હતો જેમાં સંપૂર્ણપણે દેખાઈ આવે છે કે વીજળી ફકત દ્વારકાધીશના ટોચ પર પડે છે અને ધ્વજને હાનિ થાય છે પરંતુ મંદિરને કોઇપણ પ્રકારની હાનિ થતી નથી આ જોયા બાદ લોકો કહે છે કે આ મહિમા શ્રીકૃષ્ણનો છે જેના લીધે આજે મંદિરને પણ કંઈ નથી થયું અને આજુબાજુના વિસ્તારમાં પણ કોઈને કંઈ થયું નથી શ્રીકૃષ્ણે વીજળીને તે ધ્વજ માં સમાવી લીધી અને કોઈના પર હાનિ થવા ન દીધી.
ધ્વજને પણ સામાન્ય હાની ગઈ છે દ્વારકાધીશની ટોચે આવેલુ તે ધ્વજ ખૂબ જ વિશેષ છે આવી ઘટના પહેલા ક્યારે અહીં બની નથી આ પહેલી વાર બન્યું છે જ્યાં શ્રીકૃષ્ણ ભગવાને તેમનો ચમત્કાર બતાવ્યો છે શ્રીકૃષ્ણએ પોતાના ભક્તોને બચાવવા માટે વીજળીને પોતાના ઉપર લઈ લીધી હતી અને ભક્તો ને બચાવ્યા હતા અને શ્રીકૃષ્ણ તો યાદવ છે અને વીજળી તો તેમની ભાણેજ કેહવાય છે આ વીજળીને શ્રીકૃષ્ણએ પોતાનામાં સમાવીને ભક્તોને બચાવ્યા છે ખરેખર શ્રીકૃષ્ણની લીલા અપરંપાર છે જેમણે ભક્તોને બચાવવા માટે પોતાના ઉપર સંકટ નો ભાર લઇ લીધો અને ભક્તો પર કોઇપણ પ્રકારની હાનિ થવા દીધી નહીં.