Cli
nyasadevganambani

અંબાણીની પાર્ટીમાં હાજરી આપવી ન્યાસા દેવગણને પડી ભારે.

Uncategorized

બોલીવુડ માટે ટ્રોલ થવું એ કોઈ નવી વાત નથી.ખાસ કરીને બોલીવુડ અભિનેત્રીઓ અવારનવાર પોતાના કપડા,સ્ટાઇલ,બોડીશેપ ને કારણે  ટ્રોલનો શિકાર થતી જ હોય છે એ તો તમે જાણતા જ હશો પરંતુ શું તમે એ જાણો છો કે બોલીવુડની એક અભિનેત્રીની દીકરી જે બોલીવુડનો હિસ્સો ન હોવા છતાં બોલીવુડ અભિનેત્રીઓ કરતા વધુ વખત ટ્રોલનો ભોગ બની ચૂકી છે.

તમે સમજી જ ગયા હશો કે એ કોણ છે..એ અભિનેત્રી છે કાજોલ.કાજોલ ની દીકરી ન્યાસા એક એવી વ્યક્તિ છે જે ક્યારેક પોતાના કપડા,ક્યારેક સ્કિન કલર તો ક્યારેક પાર્ટીને કારણે ટ્રોલ થતી હોય છે.

હાલમાં પણ ન્યાસા પોતાના કપડાને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે.હાલમાં જ કાજોલ અને ન્યાસા અંબાણીની પાર્ટીમાં હાજર રહ્યા હતા.આ જ પાર્ટીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ન્યાસાના ફોટા જોતા જ લોકોએ અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી.

કોઈએ કહ્યું આ તો તેની મા થી પણ મોટી લાગી રહી છે,કાજોલ તો તેની બહેન જેવી લાગી રહી છે.આ પાર્ટીમાં અભિનેત્રી રેખા પણ જોવા મળ્યા હતા. કાજોલ અને ન્યાંસા સાથેનો તેમનો એક વીડિયો પણ હાલમાં સામે આવ્યો છે.આ વીડિયોમાં કાજોલ દીકરી સાથે વાત કરતી જોવા મળી રહી છે.જો કે આ વીડિયોને લઈને પણ લોકોએ ન્યાસાની મજાક ઉડાવી છે.વીડિયોને જોતા લોકોએ કહ્યું કાજોલ તેની દીકરીને રેખા મેમ પાસેથી સંસ્કાર શીખવા કહી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *