આજે એક માં અને દીકરાની જિંદગી વિશે જાણવાના છીએ અત્યારે તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તે પોતાનું ગુજરાન છાશ અને રોટલો પીને ચલાવે છે અને ક્યારેક તો એ પણ નથી મળતું તેમના ઉપર મુસીબતોનો ભાર પડી ગયો છે પરંતુ તે મહેનત કરતા રહે છે અને કહે છે ક્યારેક ને ક્યારેક અમારો પણ દિવસ બદલાશે આજે ભલે અમારા ઉપર દુઃખોના સંકટ આવ્યા છે પરંતુ ક્યારેક ખુશીના વાદળો પણ છવાશે તો ચાલો જાણીએ તેમની જિંદગી વિશે.
મનુબેન તેમના ગામડે થી સુરત શહેરમાં કામ કરવા માટે આવ્યા છે તેમનો અહીંયા આવવાનો મૂળભૂત કારણ તેમનો દીકરો છે તે તેમના માટે કંઈક કરવા માંગે છે ગામડે કોઈ સુવિધા નથી કે જ્યાં તે દીકરાને તેં ભણાવી ગણાવી શકે અને તેના પગ ઉપર ઊભો કરી શકે તે માટે તે અહીં આવ્યા છે પરંતુ અહીં તેમના પાસે કોઈ આધાર નથી તે સ્ટોનનું કામ કરીને ગુજરાન ચલાવે છે પરંતુ તેમાં પણ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
મનુ બહેનના પતિનું મૃત્યુ સાત-આઠ વર્ષ પહેલાં થયું હતું તેમને બે બાળકીઓ પણ છે જેમના લગ્ન મનુ બહેનએ કરાવ્યા છે લગ્નનો ખર્ચો તેમના ગામના લોકોએ આપ્યો હતો મનુ બહેન ના કહેવા મુજબ તેમને તેમના ગામનો ખૂબ જ સપોર્ટ મળે છે અને હવે તે સુરત શહેરમાં આવ્યા છે જ્યાં છોકરા ને ભણાવી ગણાવીને તેના પગ પર ઉભો કરવા માંગે છે પરંતુ મુશ્કેલી એ છે કે તે કેવી રીતે પૈસા કમાઈને છોકરાને ભણાવે.
ત્યારે તેમને સંસ્થાએ મદદ કરી અને તેમને સિલાઈ મશીન લઈ આપ્યું જેથી તે પોતાનું ગુજરાન ચલાવી શકે મનુ બહેનનું એક મહિના પહેલાનું લાઇટબીલ અને ઘરનું ભાડું આપવાનું બાકી હતું એ પણ સંસ્થાએ પુરુ પાડી આપ્યું અને તેમને 10000 રૂપિયા આપ્યાં અને મશીનની સુવિધા કરી આપી જેથી ૨ ટક ખાવાનું અને છોકરાને ભણાવી શકે અને ભાડાને લગતી પૈસાની મુશ્કેલી દૂર કરી શકે.