Cli

આ આંબાના બગીચામાં કેરી તોડવાની હિંમત કોઈની નથી, જાણો શું છે કારણ

Uncategorized

આંબાના બગીચામાં રખેવાળી માટે માણસો રાખવામાં આવતા હોય છે અથવા તો મોંઘી વાળ કરવામાં આવતી હોય છે પણ શું તમે ક્યારે સાંભળ્યું છે કે સાક્ષાત વનરાજ કોઈના બગીચાની ચોકી કરતો હોય જી હા અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જર ગામમાં કંઈક આવો જ અદભુત નજારો જોવા મળ્યો છે અહીંયા કેસર કેરીના બગીચાની સુરક્ષા કોઈ સિક્યુરિટી ગાર્ડ નહીં પણ સિંહ પરિવાર કરી રહ્યો છે વૈષ્ણવજન [સંગીત] તો તેને કહી કહીએ જે પીડ પરાઈ [સંગીત] [ગાયન] જાણે રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા અમરેલીના ધારી પંથકની સીમ અત્યારે કેસર કેરીની સુગંધોથી મહેકી રહી છે

પણ આ સુગંધો વચ્ચે ગીરના રાજાની ગર્જના પણ સંભળાઈ રહી છે. જરગામની સીમમાં આવેલી આંબાની વાળીઓમાં અત્યારે સિંહ પરિવારે ધામા નાખ્યા છે. એક સિંહણ અને તેના ત્રણ બચ્ચા આંબા આંબાવાળીને પોતાનું ઘર બનાવી ચૂક્યા છે. દિવસે આંબાની ઠંડકના છાયામાં આરામ અને રાત્રે બગીચામાં પહેરો. આ નજારો જોઈને ભલભલાના પરસેવા છૂટી જાય છે પણ અહીંયા તો કુદરતનો અલગ જ ખેલ જોવા મળી રહ્યો છે. પહેલા તો આ સમગ્ર મામલાને લઈને વાડીના માલિક અનવરભાઈ શું કહી રહ્યા છે તે સાંભળો. અમારા વિસ્તારમાં મોટાભાઈએ બાગાયત વિસ્તાર છે અને કેસર આંબાના ઝાળ આવેલા છે અત્યારે હાલમાં કેસર કેરી તૈયાર પણ થઈ ગયેલી છે. અમારા વિસ્તારમાં સિંહ ભૂંડ રોજ બહુ જ ખૂબ જ પ્રમાણમાં વસવાટ કરે છે. આ સિંહો છે એક અંદર અમને મોટો ફાયદો એ છે કે રોજ અને ભૂંડ છે એ સિંહને જોઈ અને ભાગી જાય છે. સિંહ છે એક અમારા મિત્ર તરીકે બગીચાઓમાં ફરતા હોય છે અને અમારું જે પાણી જે છે કૂવાનું કે દારનું એમાં પાણી પીવે છે

એ જ પાણી અમે આંબાને પાઈએ છીએ કેસર કેરી અને કેસરી સિંહ એટલે બહુ બંધ બેસતું છે અને કેસર કેરી પણ બહુ સારા પ્રમાણમાં થાય છે કેસરી સિંહ પણ હોય છે અને ક્યારે ક્યારેક બગીચાઓમાં સિંહ બેઠા હોય છે અમારા માણસો જેમ માલઢોરને હાંકીને બહાર કાઢે છે એમ સિંહ ને પણ બહાર કાઢે છે અને માણસો કામ કરે છે. આવું ઘણી વખત અમારે બગીચાઓમાં બને છે. હાલમાં પણ અત્યારે સિંહના બહુ મોટા પ્રમાણ મારા વિસ્તારમાં વસવાટ છે. સિંહની હાજરીના કારણે અહીંયા ઈજારદારો અને મજૂરો પણ એક અનોખા તાલમેલ સાથે કામ કરે છે જંગલના રાજા સાથેનો આ સહ અસ્તિત્વોનો નજારો એ સાબિત કરે છે કે જો વન્ય જીવોને છંછેડવામાં ન આવે તો તે મનુષ્ય માટે રક્ષક પણ બની શકે છે. સિંહની હાજરીના કારણે જંગલી જનાવરોનો ત્રાસ પણ નાબૂદ થઈ ગયો છે જેની સીધી પોઝિટિવ અસર કેરીના પાક ઉપર જોવા મળી રહી છે

પહેલા તો આ મામલાને લઈને શું કહી રહ્યા છે ઈજારદાર પિયુષભાઈ અને વાડી માલિક લિકાયતભાઈ તેમને સાંભળીએ મારું નામ પીયુષ વાજા છે હું ચોરવાડથી ચોળવાથી રહું છું અને ઈજાર રાખીએ છું તો અમે જે આમ આમના બગીચામાં રહીએ છીએ એ જ બગીચામાં સિંહો પણ રહે છે પણ એ આપણને હેરાન નથી કરતા જે એ સિંહોને લીધે અમને ને જે ભૂડ છે રોજ છે જે નુકસાન કરે છે જ્યાં આપણા આમાના બગીચામાં એ અટકાવે છે મતલબ અમને કોઈ હેરાન નથી કરતા અને અમે એ લોકો જે એ પાણી પીવે છે કુંડીએ પાણી પીવા આવે છે એ એ જ પાણી અમે આ આંબામાં પાઈએ છીએ એટલે કેરી પણ શું છે આ સિંહનું પીધેલું પાણી પીએ છે એટલે આંબાની કેરી પણ અમે એ જ ખાઈએ છીએ ને એ બને છે લિયાકતભાઈ તેમને સાંભળીએ અહીયા મારે 30 વીઘાનો બગીચો છે

જર ગામની અંદર અને સિંહ વિશે છે સિંહ તો અહીયા કાયમ માટે વાડીમાં રહેશે પાણીનું હારું છે ઠંડું હોય એટલે સિંહને તડકાના હિસાબે અહીયા અમારી વાડીમાં કાયમ માટે રહેશે સિંહના હિસાબે અમારે અહયા રોજ ભૂંડ એનો ત્રાસ નથી સિંહ તો કાયમ માટે અમારી વાડીની અંદર હોય છે અને એ અમારું રખોપું કરે છે. ધારી અને ગીરકાંઠાના વિસ્તારમાં સિંહની સંખ્યા મોટી છે પરંતુ જરગામની આ આંબાવાડી સોશિયલ મીડિયા અને પંથકમાં ચર્ચાનો વિષય બની છે. પ્રકૃતિ અને પ્રાણી વચ્ચેનો આ આવો મૈત્રીપૂર્ણ વ્યવહાર માત્ર ગીરમાં જ જોવા મળી શકે છે. અહીં કેરી પાકે છે આંબા પર પણ તેની ચોકી કરે છે ડાલામથો સાવજ જે વાડી માલિકો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *