Cli
know about dinesh fadnish property

પોતાની પાછળ આટલી સંપતિ છોડી ગયા દિનેશ ફડનીસ ઉર્ફે ફ્રીડી…

Breaking Bollywood/Entertainment

એ તો તમે જાણતા જ હશો કે હાલમાં જ ટીવી ઇન્ડસ્ટ્રીના એક જાણીતા કલાકારનું નિધન થયું છે સોની ટીવી પર પ્રસારિત થતી સીરિયલ સીઆઇડી માં ફીડીનુ પાત્ર ભજવતા દિનેશ ફડનીસનું હાલમાં જ નિધન થયું છે. ગત ૩૦ નવેમ્બરના રોજ રાતના સમયે અભિનેતાની તબિયત અચાનક ખરાબ થતા તેમના પરિવાર અને મિત્રો દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે બાદ ૫ તારીખના રોજ તેમનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું.

જો કે અભિનેતાનું મોત ક્યા કારણ થી નિપજ્યું એ વાત તો તમે જાણતા જ હશો પરંતુ શું તમે એ જાણો છો કે અભિનેતા દિનેશ ફડનીસના કરિયરની શરૂઆત ડ્રામા દ્વારા થઈ હતી? શું તમે જાણો છો કે અભિનેતા સારા કલાકાર હોવા સાથે સારા કવિ પણ હતા. હા, દોસ્તો મળતી માહિતી અનુસાર મુબઈમાં જન્મેલા અભિનેતા દિનેશ ફડનીસે વર્ષ ૧૯૯૭માં થિયેટર દ્વારા પોતાના કાર્યની શરૂઆત કરી હતી. જે બાદ વર્ષ ૧૯૯૮માં તેમને સીઆઇડી સીરિયલમાં ફેડ્રિકની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ સીરિયલ માં અનેક વર્ષો સુધી પોતાના પાત્ર લોકોનું મનોરંજન કર્યા બાદ તેમણે વર્ષ ૨૦૧૨માં અદાલત સીરિયલમાં તેમજ વર્ષ ૨૦૧૪માં તારક મહેતા સિરિયલમાં કામ કર્યુ હતું.

સાથે જ તેમને સરફરોશ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. વાત કરીએ અભિનેતાની સંપત્તિ વિશે તો અભિનેતા તેમના પરિવાર સાથે મુબઈમાં એક આલીશાન ઘરમાં રહેતા હતા. તેમની પાસે હોન્ડા સિટી કાર હતી જેની કિંમત ૧૮ થી ૨૨ લાખ હતી. વાત કરીએ દિનેશની કમાણી વિશે તો તેઓ સીઆઇડીમાં એક એપિસોડ માટે ૭૦ હજાર રૂપિયા લેતા હતા. અભિનેતા પોતાની દીકરી થી ખૂબ જ નજીક હતા. હાલમાં અભિનેતાનું મૃત્યુ થતા તેમની દીકરીની રડી રડીને ગંભીર હાલત થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *