Cli
baba venga bhavishyavani for 2024

આવનારા નવા વર્ષ 2024ને લઇ બાબા વેંગાની 5 મોટી ભવિષ્યવાણી ! અમદાવાદીઓ માટે ખાસ જાણવા જેવી…

Breaking

વર્ષ 2024 આવવામાં હવે થોડા જ દિવસો બાકી છે. નવા વર્ષમાં શું થવાનું છે? એ જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. નવું વર્ષ આવતા જ બાબા વેંગાની ભવિષ્યવાણીની ચર્ચા તેજ બની ગઈ છે. બુલ્ગારિયાની મહિલા ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણી દર વર્ષે સાચી સાબિત થઈ છે. એવામાં વર્ષ 2024ને લઈને પણ બાબા વેંગાએ ભવિષ્યવાણી કરે છે. જે ખુશીઓની સાથે સંકંટનો દોર પણ લઈને આવશે. આવો જાણીએ વર્ષ 2024 માટે બાબા વેંગાની 5 ભવિષ્યવાણી.

પુતિન પર ચોંકાવનારી વાત

નવા વર્ષમાં બાબા વેંગાની સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2024માં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મૃત્યુ થઈ શકે છે. પુતિનના મોતનું કારણ હત્યા હશે. કથિત રીતે એવું કહેવામાં આવ્યું છે કે તેમના મોત પાછળ રશિયાના નાગરિક જ જવાબદાર હશે.

કેન્સરને લઈને ભવિષ્યવાણી

વર્ષ 2024માં જે સૌથી સારી ભવિષ્યવાણી છે તે છે કેન્સરની સારવાર સંભવ થશે. બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર કેન્સર અને અલ્ઝાઈમર જેવી ખતકનાક બીમારીનો ઉપચાર મળી શકે છે. એવામાં આ ભવિષ્યવાણી લોકો માટે આશાની કિરણની જેમ છે.

સાઈબર એટેક

બાબા વેંગાની ત્રીજી ભવિષ્યવાણી ડિજિટલ દુનિયા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બાબા વેંગાએ વર્ષ 2024 માટે સાઈબર હુમલામાં વધારાની ભવિષ્યવાણી કરી છે. તેમના અનુસાર સાઈબર હેકર્સ પાવર ગ્રિડ અને જલ ઉપચાર સંયંત્રો જેવા મહત્વપૂર્ણ પાયાના ઢાંચા પર હુમલો કરી શકે છે. જે નેશનલ સિક્યોરિટી માટે ખતરો થઈ શકે છે.

આતંકવાદ વધશે

વર્ષ 2024 માટે બાબા વેંગાની આતંકવાદને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણી ડરામણી છે. તેમાં વેંગા અનુસાર દુનિયાનો એક મોટો દેશ આવનાક વર્ષોમાં જૈવિક હથિયાર ટેસ્ટ કરી શકે છે. તેનાથી આતંકવાદ વધવાની આશંકા છે.

આર્થિક સંકટ

બાબા વેંગાની ભવિષ્યવાણી કહે છે કે વિશ્વમાં વધી રહેલા તણાવ, યુદ્ધ અને પશ્ચિમથી પૂર્વની તરફ સત્તામાં ફેરફારના કારણે દુનિયા પર આર્થિક સંકટ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *