બોલીવુડ ની રીલીઝ થવા જઈ રહેલી શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન ના સોગં બેશરમ રંગ નો વિવાદ દિનપ્રતિદિન વધતો જોવા મળે છે જેમાં દિપીકા પાદુકોણ ભગવા રંગના કપડા પહેરીને કામુકાતા ભર્યા હોટ અને બોલ્ડ સીન થી શાહરુખ ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળે છે એમાં ભગવા રંગની બિકીની.
પર લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા સનાતન હિન્દુ ધર્મનું અપમાન જણાવીને વિરોધ કરી રહ્યા છે ઘણી બધી જગ્યાએ દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનના પૂતળાઓ બાળવામાં આવી રહ્યા છે સાથે આ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી રહી છે આ ફિલ્મને લઈને ઘણા રાજનેતાઓની કમેન્ટ્સ પણ આવી રહી છે.
પોતાના રાજ્યમાં અમે આ ફિલ્મને રિલીઝ થવા નહીં દઈએ ગુજરાતમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ આ ફિલ્મનો બહિષ્કાર કરવાની ચીમકી તાજેતરમાં ઉચ્ચારી હતી એ વચ્ચે તાજેતરમાં દશનામ રાષ્ટ્રીય કેન્દ્રીય ઉપાધ્યક્ષ ગીરનાર સાધુ મંડળ સમાજ પ્રમુખશ્રી ઈન્દ્રભારતી જી મહારાજ નો વિડીઓ.
સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તેઓ એ જણાવ્યું હતું કે હું મહારાષ્ટ્ર ગવર્મેન્ટ ને વિનંતી કરું છું કે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ પઠાણમાં જે ભગવા કલરના કપડા પહેરીને અશ્લીલ હરકતો કરવામાં આવી રહી છે તે ફિલ્મ સેન્સર બોર્ડમાંથી પાસ કરવામાં આવે નહીં અને.
આ ફિલ્મમાં ભગવા વસ્ત્રોને હટાવવામાં આવે એવી હું વિનંતી કરું છું આવી અશ્લીલતા દર્શાવતી ફિલ્મ ધર્મની દેશની સંસ્કૃતિને ખંડિત કરે છે અને સંસ્કૃતિનો નાશ કરે છે આવી ફિલ્મો રિલીઝ થવા દેવી ન જોઈએ અને તેના પર પ્રતિબંધ લગાડવો જોઈએ આ ફિલ્મ બંધ ન કરી શકો તો કાંઈ નહિ પરંતુ આ દ્રશ્ય હટાવવામાં.
આવે જેમાં ભગવા રંગની બિકીની પહેરીને છોકરી અશ્લીલ હરકતો કરી રહી છે તેનાથી સનાતન ધર્મની આસ્થા લાગણીઓનું હનન થઈ રહ્યું છે હું સરકારને નમ્ર વિનંતી કરું છું અને આ ફિલ્મોને પણ આપ દ્રશ્ય હટાવવા માટે નમ્ર અપીલ કરું છું તેમને પોતાના વીડિયોમાં આ ફિલ્મના દ્રશ્ય લઈને પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો.