આજે મોઘવારી કેટલી વધી રહી છે એ તો તમે જાણતા જ હશો નાનામાં નાની ચોકલેટના ભાવ પણ અત્યારે ૫૦રૂપિયે પહોંચી ગયા છે.પણ જો અમે તમને કહીએ કે ૫૦ થી ૬૦ રૂપિયામાં તમને ચોકલેટ નહિ પણ પનીરનું શાક અને પરોઠા ખાઈ શકો છો તો?વિશ્વાસ નથી આવતો ને,પણ અમે આજે તમારા માટે અમદાવાદ શહેરની એક એવી જગ્યા શોધી લાવ્યા છીએ જ્યાં શાક અને પરોઠા સાવ નજીવી કિંમતે મળી રહે છે અને તે પણ એકદમ ચોખ્ખાઈ સાથે.
આ જગ્યાનું નામ છે પંજાબી તડકા. એકદમ ધાબા જેવી લાગતી ખાણીપીણીની આ જગ્યા બોડકદેવી હાઇવે માનસી સર્કલ પર ગોયલ પ્લાઝાની બાજુમાં આવેલી છે.આ જગ્યાની ખાસિયત એ છે કે અહી મળતી કોઈપણ ડીશ ૧૧૦ રૂપિયાથી વધુ નથી.અહીંના મેનૂમાં ૧૦ રૂપિયા થી માંડી ૭૦ રૂપિયા સુધીમાં સારામાં સારી ક્વોલિટી અને કવોંટીટી ગ્રાહકને આપવામાં આવે છે.
અહીંના મેનૂમાં ગુજરાતી થાળીથી લઇ કાજુ કરી સુધીની વસ્તુ ઉપલબ્ધ છે.જો કે ગુજરાતી થાળી જેમાં બે પ્રકારના શાકનો સમાવેશ થાય તે માત્ર ૫૦ રૂપિયામાં મળી રહે છે.
વાત કરીએ અહીંના માલિક વિશે તો આ પંજાબી તડકાના માલિકનું નામ પ્રતાપ ભાઈ છે જેઓ મૂળ મારવાડી છે અને તેમનું માનવું છે કે તે આ દુકાન નફા માટે નથી ચલાવી રહ્યા આ જ કારણ છે કે અહી રોટલી માત્ર ૫રૂપિયામાં મળી રહે છે. તો જો તમે પણ ખાવાના શોખીન હોય અને તીખું સ્વાદિષ્ટ ખાવા ઈચ્છતા હોય તો એકવાર આ પંજાબી તડકાની મુલાકાત જરૂર લેજો.