Cli
કોઈ બિજાએ નહીં પરંતુ ગોવિંદા એ ખુદ બરબાદ કર્યુ હતું આવી રીતે પોતાનું ફિલ્મી કેરિયર બરબાદ...

કોઈ બિજાએ નહીં પરંતુ ગોવિંદા એ ખુદ બરબાદ કર્યુ હતું આવી રીતે પોતાનું ફિલ્મી કેરિયર બરબાદ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં 90 ને દશકામાં પોતાની કોમેડી ફિલ્મોથી દર્શકોના દિલમાં એક અનોખું સ્થાન ધરાવી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર બોલીવુડ અભિનેતા ગોવિંદા આવનાર સમય માં સુપરસ્ટાર બની ચુક્યા હતા જ્યારે બોલિવૂડમાં એક્શન ફિલ્મોનો દબદબો હતો એ સમયે કોમેડી ફિલ્મો આપનાર ગોવિંદા ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા.

બધાથી અલગ હોવાના કારણે નિર્માતા અને ડિરેક્ટરો ની નજર હંમેશા ગોવિંદા પર રહેતી હતી પરંતુ ગોવિંદા એ પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન એવી ઘણી બધી ભૂલો કરી જેનુ પરીણામ આજે પણ પોતાનું ફિલ્મી કેરિયર બરબાદ કરીને ભોગવી રહ્યા છે પોતાની પહેલી ફિલ્મ બાદ તેમની પાસે ફિલ્મોની લાઈન લાગી તેઓ ફિલ્મ નું શુટિંગ માત્ર દિવશે નહીં.

રાત્રે પણ કરવા લાગ્યા એ સમય માં એવું કહેવાતું કે ગોવિંદા આવનારા સમયમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર રાજ કરશે પરંતુ જ્યારે 90 નો દસકો પૂરો થયો ત્યારે ગોવિંદાનું નામ પણ પૂરું થયું સાલ 1986 માં રિલીઝ થયેલી ઈલ્ઝામથી ગોવિંદા એ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી હતી ત્યારબાદ ગોવિંદાએ છોટે મિયા બડે મિયા હિરો નંબર વન.

દુલ્હેરાજા રાજાબાબુ જેવી ઘણી બધી કોમેડી ફિલ્મો થી દર્શકો ને ખુબ મનોરંજન કરાવ્યુ ગોવિંદાને એ સમય ડાન્સ કિંગ અને કોમેડી કિંગ પણ કહેવામાં આવતા હતા ગોવિંદા ના કરીબી મિત્ર ટીનુજી એ પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ગોવિંદાનું ફિલ્મી કેરિયર બરબાદ થવાનું કારણ પોતે ગોવિંદા જ હતા.

ટીનુજી અને મિડીયા રીપોર્ટ અનુસાર ગોવીંદા બિલકુલ પ્રોફેશનલ નહોતા તેઓ હંમેશા ફિલ્મી સેટ પર મોડા પહોંચતા હતા ગોવિંદાએ પોતાની ફિલ્મી ઢબ બદલાવી નહિ અને તેમને કોમેડી ફિલ્મ શિવાય બીજી ઘણી બધી એવી ફિલ્મો પણ ઠુકરાવી જેનાથી તેમનું કેરીયર નીચે જતું ગયું એમને જે પણ.

ફિલ્મોની ઓફરો ઠુકરાવી હતી એ ફિલ્મો સુપરહિટ સાબિત થઈ હતી આ સાથે તેમને જ્યારે સાઈડ રોલની ઓફર કરવામાં આવતી ત્યારે તેઓ હંમેશા ના કહી દેતા હતા તેઓ હંમેશા લીડ રોલ જ કરવા માગંતા હતા ગોવિંદા ફિલ્મી કેરિયર બરબાદ થવામાં એક અન્ય કારણ પણ જણાવવામાં આવે છે.

ગોવિંદા એ પોતાના કેરિયર ની ઊંચાઈ પર રાજનીતિ માં ઝંપલાવ્યું અને આ દરમિયાન તેમને 17 થી વધારે ફિલ્મો સાઈન કરેલી હતી રાજનીતીમા વ્યસ્ત રહી તેમને આ ફિલ્મો પર ધ્યાન ના આપ્યું અને એમાંની ઘણી ફિલ્મોના મેકરે ગોવિંદા પાસે થી આપેલી રકમ માટે આક્ષેપો પણ કર્યા.

જેના કારણે તેમની એક નેગેટિવ છાપ પણ ઉભી થઇ અને આવનારા સમયમાં તેમને આ બધા કારણો થી ફિલ્મો મળવાનુ બંધ થયું રાજનીતિ માં તેઓ પોતાનું મુકામ ના મેળવી શક્યા એટલે તેઓ પરત આવ્યા ફિલ્મ પાર્ટનર માં તેમને સલમાન ખાન સાથે વાપસી કરવાનું નક્કી કર્યું પરંતુ આ ફિલ્મ તેમની.

આખરી ફિલ્મ સાબીત થઈ ત્યાર બાદ તેઓ બે થી ત્રણ ફિલ્મો માં જોવા મળ્યા પરંતુ ડ્રામા ફિલ્મ લોકોએ પસંદ ના કરી આજે જ્યાં એક્શન ફિલ્મ નો દબદબો છે એ વચ્ચે ગોવિંદા પોતાનું સ્થાન ટકાવી ના શક્યા પોતાના શાનદાર અભિનય થકી તેઓ એ ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ આજે તેમની પાસે એક પણ ફિલ્મ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *