મશહૂર ટીવી સિરિયલ દિયા ઓર બાતીની એક્ટર કનિષ્કા સોનીએ ખુદ પોતાની સાથે લગ્ન કરી લીધા છે ખબર સાંભળીને ભલે તમને વિશ્વાસ ન થયો હોય પરંતુ કનીશ્કાએ પોતાની માંગમાં ખુદ સિંદૂર ભરી લીધું છે ગયા દિવસોની વાત છે મિત્રો કે આપણા ગુજરાતની છવા બિંદુએ ખુદથી લગ્ન કર્યા હતા તેના બાદ ચર્ચાઓ થઈ હતી.
હવે એજ રીતે કનીશ્કાએ પણ ખુદથી લગ્ન કરી લીધા છે કનીશ્કાએ ઇન્સ્ટાગ્રામમાં કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં તેઓ માંગમાં સિંદૂર અને ગળામાં મંગસૂત્ર લગાવેલ જોઈ શકાય છે કનીશ્કાએ પોતાની ફોટો શેર કરતા લખ્યું છેકે મેં ખુદથી લગ્ન કરી લીધા છે કારણકે હું મારા દમ પર સપના પુરા કરું છું અને હું પોતાને ખુબ પ્રેમ કરું છું.
બધા સવાલ મને જે પૂછવામાં આવી રહ્યા છે તેનો જવાબ એજ છેકે મને ક્યારેય કોઈ માણસની જરૂરત નથી હું મારા ગિટાર સાથે એકાંતમાં અને એકલા ખુશ છું તેના સાથે કનીશ્કાએ ખુદને દેવી બતાવી અને કહ્યું મારા અંદર શિવ અને શક્તિ છે કનીશ્કાએ લખ્યું હું દેવી છું મજબૂત અને શક્તિશાળી છું શિવશક્તિ અને ઘણુંબધું મારા અંદર છે.
કનીશ્કા વર્ષો સુધી ટીવી ઇન્ડસ્ટ્રીઝનો ભાગ રહી છે એમણે દિયા ઓર બાતી હમમાં વહુનો રોલ નિભાવ્યો હતો તે ખુબ લોકપ્રિય થયો હતો તેના શિવાય કનીશ્કાએ પવિત્ર રિસ્તા દો દિલ ઓર જાન અને બાલવીર જેવી અનેક સીરિયલમાં કામ કરી ચુકી છે કેટલાય સમય પહેલા જ કનીશ્કાએ ટીવી ઇન્સ્ટ્રીઝ છોડી હતી જણાવી દઈએ કનીશ્કા મૂળ ગુજરાત અમદાવાની છે.