બોલીવુડ ફિલ્મ સુપર સ્ટાર અભિનેતા સલમાન ખાન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે આ ફિલ્મ આવનાર વર્ષ 2023 માં ઇદના દિવસે રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મને લઈને ફેન્સમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વચ્ચે તાજેતરમાં આ ફિલ્મને લઈને.
એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો સલમાન ખાન ના શૂટિંગ સેટ પરનો વિડીયો છે જેમાં તેઓ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે જેમાં સલમાન ખાન બ્લેક લૂંગી અને બ્લેક બનીયાન જોવા મળી રહ્યા છે જેને જોતા ફેન્સ તેના આ લુક પર મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા છે.
કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મનો એનાઉન્સમેન્ટનો એક વિડિયો માત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં સલમાન ખાન મોટા વાળમાં જોવા મળ્યા હતા પરંતુ આ વચ્ચે એવી ખબરો સામે આવી રહી છે કે આ ફિલ્મને લઈને એક ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવી શકે છે સલમાન ખાનની આ ફિલ્મમાં.
પૂજા હેગડે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે તો સાથે શહેનાજ ગીલ પણ આ ફિલ્મમા અભિનય કરતી જોવા મળશે આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ફિલ્મનું શૂટિંગ કરવા માટે સલમાન ખાન દિવસ રાત એક કરી રહ્યા છે કારણકે આ ફિલ્મ તેઓ ઇદને મોકા પર રિલીઝ કરવા માંગે છે.
આવનાર વર્ષના શરૂઆતમાં સલમાન ખાન પોતાની ફિલ્મ ટાઈગર 3 નું શૂટિંગ પણ શરૂ કરી દેવાના છે જેમાં બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે વર્ષ 2023 માં સલમાન ખાનની આ બે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવતી જોવા મળશે જેને લઇને ફેન્સમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.