Cli

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 15 મુસ્લિમ અભિનેત્રી જેણે અન્ય ધર્મમાં કર્યા હતા લગ્ન.

Uncategorized

હાલમાં સોનાક્ષી સિન્હાના લગ્નને લઈને અનેક વાતો સાંભળવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. કોઈ સોનાક્ષીને કહી રહ્યું છે કે તારું પતિ તને તલાક આપીને બીજા 6 લગ્ન કરશે તો કોઈ કહી રહ્યું છે કે તારા પિતાને કહીને સુટકેસ અને ફ્રીજ લઈને આવજે.

જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા આવનારી 23 જૂનના રોજ જહીર ઈકબાલ સાથે લગ્ન કરવાની છે. જોકે બંને આ બાબતે હજુ સુધી મીડિયામાં કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ તેમના લગ્નના કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે તેને લગ્નના કાર્ડ સાથે એક ઓડિયો પણ લોકોને સેન્ડ કર્યો છે, જેમાં તેમણે લોકોને લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું છે.

અન્ય એક વાત છે આ લગ્નને ખાસ બનાવી રહી છે તે એ છે કે સોનાક્ષી અને જહીર ન તો મુસ્લિમ રીતરિવાજ કે ન હિન્દુ રીતે લગ્ન કરવાના છે તેઓ કોર્ટમાં સ્પેશિયલ એક્ટ હેઠળ લગ્ન કરવાના છે તેથી જો તેમને તલાક પણ લેવા હશે તો તેમને કાયદાકીય રીતે તલાક લેવા પડશે.

આ ઉપરાંત સોનાક્ષીના લગ્નના નિર્ણયને લઈને લોકો કહી રહ્યા છે કે હિંદુ અભિનેત્રીઓ જ મુસ્લિમ અભિનેતા સાથે લગ્ન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક મુસ્લિમ અભિનેત્રીઓએ હિંદુ અભિનેતાઓ સાથે પણ લગ્ન કર્યા છે. આ લિસ્ટમાં સૌથી પહેલા વાત કરીએ કટરિના કૈફની તો કેટરિના કૈફની માતા ક્રિશ્ચન છે જ્યારે તેના પિતા મુસ્લિમ છે. આમ જોતા કટરીના કૈફ પર મુસ્લિમ ધર્મ સાથે સંબંધ ધરાવે છે. મુસ્લિમ ધર્મ સાથે સંબંધ ધરાવતા હોવા છતાં તેણે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે અને તે હાલમાં હિન્દુ રીતિરિવજો નિભાવી રહી છે.

વાત કરીએ હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી ફરાહ નાજ વિશે તો અભિનેત્રી તબ્બુની બહેન ફરહે પોતાના જીવન દરમિયાન 2 લગ્ન કર્યા, જે હિન્દુ અભિનેતા સાથે હતા. ફરાહ નાજના પહેલા લગ્ન બિંદુ દારા સિંહ સાથે થયા હતા જે બાદ બીજા લગ્ન સુમિત સહેગલ સાથે થયા હતા.

જે બાદ વાત કરીએ અભિનેત્રી શાયરા બાનુની ભાણી અને બોલિવુડની અભિનેત્રી શાહીન સહેગલની તો તેણે સુમિત સહેગલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ બાદમાં તેમના તલાક થઈ જતા સુમિત અને ફરાહે લગ્ન કરી લીધા હતા.જો હાલના સેલિબ્રિટીની વાત કરીએ સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને પણ પોતાના ધર્મથી અલગ જાય એક કાશ્મીરી પંડિત પરિવારમાં લગ્ન કર્યા છે. કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા બાદ સોહા હિન્દુ અને મુસ્લિમ બંને રીતે રિવાજ નિભાવે છે.

આ ઉપરાંત સલમાન ખાનની બહેન અલવીરા એ પણ એક પંડિત પરિવારમાં લગ્ન કર્યા છે. એટલું જ નહિ ઇન્ડસ્ટ્રીમાં બાબાના નામ તરીકે જાણીતા સંજય દત્તની પત્નીનું અસ્થિ નામ પણ દિલનવાઝ શેખ હતું.તેને અભિનેત્રી બનવા માટે પોતાનું નામ બદલ્યું હતું પરંતુ બાદમાં સંજય દત્ત સાથે લગ્ન થતાં તેનું નામ માન્યતા રહી ગયું. સાથે જ સંજય દત્તની માતા નરગીસ પણ મુસ્લિમ હતી પરંતુ સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા બાદ તેમને પોતનો ધર્મ બદલ્યો હતો.

આ સિવાય વહીદા રહેમાન, મુમતાઝ જેવી અભિનેત્રીઓએ પણ પોતાના ધર્મથી અલગ ધર્મના અભિનેતાઓ સાથે લગ્ન કર્યા હતા. તો સોનાક્ષી એ પહેલી અભિનેત્રી નથી જેણે મુસ્લિમ અભિનેતા સાથે લગ્ન કર્યા હોય આ સિવાય પણ અનેક નામો છે જે અભિનેત્રીઓ પોતાના ધર્મ વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. જોકે આ પ્રકારના લગ્ન વખતે સોશિયલ મીડિયા પર હોબાળો થતો જ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *