શું દીકરીના લગ્નમાં પિતાને આમંત્રણ નથી મળ્યું? સોનાક્ષીના લગ્નમાં હાજર નહીં રહે પરિવારના સભ્યો.સામાન્ય રીતે દીકરીના લગ્ન સમયે મા બાપ પુરજોશથી તૈયારી કરતા હોય છે પરંતુ હાલમાં બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાના જીવનમાં આ રીત લાગુ ન પડતી હોય તેવું લાગી રહ્યું છે.
આવું અમે નથી કહી રહ્યા પરંતુ શત્રુઘ્ન સિંહા એ આપેલા નિવેદન પરથી સાબિત થાય છે.એક તરફ સોનાક્ષી સિંહાના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે તો બીજી તરફ શત્રુઘ્ન સિંહાને આ વિશે કઈ જ ખબર ન હોય તેવું તેમના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે. હાલમાં જ અભિનેતાને સોનાક્ષીના લગ્ન અને સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું લોકો મને પૂછે છે કે મને કેમ નથી ખબર અને મીડિયાને કેમ ખબર છે તો હું તમને એટલું જ કહીશ કે આજકાલના બાળકો માતા પિતાની સહમતી નથી લેતા માત્ર તેમને જાણ કરે છે, અમે પણ તેના જણાવવાની રાહ જોઈ રહ્યા છીએ.
એટલું જ નહિ સોનાક્ષીના ભાઈ અને માતા પૂનમ સિંહા પણ આ બાબતે ચૂપ જોવા મળી રહ્યા છે જેના પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે સોનાક્ષીના આ લગ્નથી પરિવારમાં નારાજગી છે.
સોનાક્ષીના ભાઈને બહેનના લગ્ન અંગે પૂછવામાં આવતા જ તેણે આ મામલે કોઇ કૉમેન્ટ ન કરવા ન માંગતા હોવાનું જણાવ્યું હતું. તેમને કહ્યું કે હું મુંબઈની બહાર છું સારું રહેશે જો તમે આ વિશે સોનાક્ષી કે બીજા કોઈને પૂછો.
જો કે વાત કરીએ શત્રુઘ્ન સિંહા અને સોનાક્ષી વિશે તો ઈન્ટરનેટ પરનાં ફોટામાં તમે જોઈ શકો છો કે બંને દીકરાઓ લવ અને કુશ કરતા સોનાક્ષી શત્રુઘ્ન સિંહાની સૌથી વધુ લાડલી રહી છે. તેમને સોનાક્ષી માટે ઘણા સપના પણ જોયા હતા.
જણાવી દે કે સોનાક્ષીના લગ્નનું કાર્ડ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે એટલું જ નહીં અભિનેત્રી પૂનમ ઢિલ્લો એ પણ સોનાક્ષીના લગ્ન પર મોહર લગાવી છે.હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂનમ ઢિલ્લો એ જણાવ્યું હતું કે સોનાક્ષી સિંહાએ તેમને લગ્નનું કાર્ડ મોકલ્યું છે અને તેઓ તેના લગ્નમાં જરૂર જશે સોનાક્ષી ૨૩જૂને દુલ્હન બનવા જઈ રહી છે એવામાં પરિવારના સભ્યો તરફથી આવતા આ નિવેદનો તેમની આ લગ્ન માટેની નારાજગી વ્યક્ત કરે છે.
જણાવી દઈએ કે શરૂઆતમાં લાંબા સમય સુધી પિતાના ઘરમાં સાથે રહેતીસોનાક્ષી પાછલા એક વર્ષથી તેના બોયફ્રેન્ડ જહીર ઈકબાલ સાથે રહે છે, આ બંને ૭ વર્ષથી સાથે છે અને હવે લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.જો કે મીડિયા રિપોર્ટ અનુસાર સોનાક્ષી અને જહીર કોર્ટ મેરેજ કરવાના છે.