કહેવાય છે ને દીકરી ગમે તે કરે પણ પિતાનું હૃદય અમુક સમય બાદ તેની ભૂલો ને સ્વીકારી માફ કરી દેતું હોય છે. હાલમાં આવું જ કંઈ બોલીવુડના શોટગન શત્રુઘ્ન સિંહા એ કર્યું છે.એ તો તમે જાણો છે કે શોટગનની લાડકી દીકરી હાલમાં તેના મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે લગ્નને લઈને ચર્ચામાં છે.
એક તરફ સોનાક્ષી સિંહા અને જહીરના લગ્નનું કાર્ડ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે તો બીજી તરફ શત્રુઘ્ન સિંહાના નિવેદને પણ ચર્ચા ઊભી કરી છે. થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન શત્રુઘ્ન સિંહાને દીકરીના લગ્ન વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે મારા નજીકના લોકો મને પૂછે છે કે મને આ અંગે જાણ કેમ નથી પરંતુ હું એટલું કહીશ કે આજકાલના બાળકો મા-બાપને કંઈ પૂછતા નથી, તેમની સહમતિ લેતા નથી માત્ર તેમને જાણ કરે છે અમે પણ અમને જાણ કરવાની રાહ જોઈ રહ્યા છીએ.
અભિનેતાના આ નિવેદન બાદ તેઓ દીકરી સોનાક્ષી સિંહાના બીજા ધર્મમાં લગ્ન કરવાના નિર્ણયથી ખુશ ન હોવાનું કહેવામાં આવી રહ્યું હતું જો કે હાલમાં શત્રુઘ્ન સિન્હાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે જેમાં તમને કહ્યું છે કે મારી એક જ તો દીકરી છે મારી, એના લગ્નની ખબરોનુ ના હું સમર્થન કરું છું, ના તો હું એ વિશે ના કહી રહ્યો છું એ તો સમય જ જણાવશે પરંતુ તેને મારા આશીર્વાદ હમેશા મળશે.
સાથે જ અભિનેતાએ કહ્યું કે મારી દીકરીના લગ્નમાં હું વરઘોડાની સામે નાચવા માંગીશ. વાત કરીએ સોનાક્ષી સિન્હાના લગ્નની તો સોનાક્ષી ૭ વર્ષના રિલેશન બાદ આવનારી ૨૩ જૂને મુસ્લિમ બોયફ્રેન્ડ જહીર સાથે રજીસ્ટર મેરેજ કરવા જઈ રહી છે. ખબર અનુસાર આ લગ્નમાં પરિવાર અને હિરામંડીની પૂરી કાસ્ટ હાજર રહેશે.