trupti damri news

હિટ થવાની સાથેજ તૃપ્તિ ડમરીએ બતાવ્યો પોતાનો રંગ ! અનુષ્કા શર્માની લગાવી વાટ…

Breaking

આજકાલના પ્રેમનો કોઈ ભરોસો નથી હોતો. લોકો પૈસા આવતા જ પ્રેમને બદલી દેતા હોય છે. આ વાક્યો તમે ઘણીવાર હિન્દી ફિલ્મો કે સિરિયલોમાં સાંભળ્યા હશે.પરંતુ હાલમાં આ જ હિન્દી ફિલ્મોની ઇન્ડસ્ટ્રી એટલે કે બોલીવુડમાં આ વાક્યોને સાચા સાબિત કરતું એક ઉદાહરણ જોવા મળી રહ્યું છે. બોલીવુડમાં થી આવતી જાણકારી અનુસાર બોલીવુડમાં નવો પ્રવેશ મેળવનાર એક અભિનેત્રીએ પૈસા અને સફળતા મળતા જ પ્રેમીનો સાથ છોડી દીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

તમે સમજી જ ગયા હશો કે અમે કઈ ફિલ્મ અને કઈ અભિનેત્રી અંગે વાત કરી રહ્યા છીએ. અમે વાત કરી રહ્યા છીએ હાલમાં જ રિલીઝ થનાર ફિલ્મ એનિમલ વિશે. રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ જેવા કલાકારોની આ ફિલ્મે જનતા પાસેથી સારો પ્રેમ મેળવ્યો છે. પરંતુ આ ફિલ્મને કારણે સૌથી મોટો ફાયદો જો કોઈને થયો હોય તો એ છે અભિનેત્રી તૃપ્તિ ડામરી ને. અનુષ્કા શર્માની ફિલ્મ બુલબુલ થી અભિનયની શરૂઆત કરનાર આ અભિનેત્રી એ આ ફિલ્મમાં બોલ્ડ સીન આપી લોકોનું ધ્યાન પોતાની તરફ કર્યું છે .જેને કારણે તેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. જો કે એક ફિલ્મની સફળતા બાદ અન્ય ફિલ્મોને લઈ ચર્ચામાં આવવાને બદલે આ અભિનેત્રી પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં આવી છે.

અનુષ્કા શર્માની ફિલ્મ બુલબુલના શૂટિંગ દરમિયાન જ અનુષ્કાના ભાઈ કર્નેશ સાથે તૃપ્તિ ડામરીની પ્રેમકહાની શરૂ થઈ હતી અને તેમના લગ્નની વાત પણ ચાલી રહી હતી એ તો તમે જાણતા જ હશો . જો કે હાલમાં આ અંગે જ મહત્વની ખબર સામે આવી છે જે અનુસાર હાલમાં અભિનેત્રી કર્નેશથી દુર રહી ગોવાના કોઈ સેમ મર્ચન્ટ નામના વ્યક્તિ સાથે ડેટ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં કેટલાક ફોટામાં બંને ખૂબ નજીક જોવા મળી રહ્યા છે જેને કારણે આ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. જો કે આ ખબર હકીકત છે કે નહિ તે અંગે કોઈ પૂરતી જાણકારી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *