Cli
piyush dhanani breaking news surat

લોકોને કાયદાનું પાલન કરાવતા પિયુષ ધાનાણીને લોકોએ માર્યો ઢોર માર ! જુવો તો ખરા ખુબજ દુખદ…

Breaking

આજના સોશિયલ મીડિયા યુગમાં કોઈપણ વીડિયોને વાયરલ કરવો ખૂબ જ સરળ થઈ ગયું છે. એમાં પણ પોલીસ સંબંધિત કે અન્ય કોઈપણ કાયદા ભંગ અંગેના વીડિયો જોતજોતામાં વાયરલ થઈ જતા હોય છે. આ જ કારણ છે કે આજના યુગમાં કેટલાક લોકો દેશમાં કાયદાનું પાલન કરાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે.

આજના યુગમાં કેટલાય એવા લોકો છે જે અવારનવાર પોતાના સોશિયલ મીડિયા પર કાયદા ભંગના વીડિયો બનાવી , લોકોમાં સોશિયલ મીડિયા પર બદનામીના ડરનો ફાયદો ઉઠાવી સમાજમાં સુધારો લાવવા પ્રયત્ન કરતા હોય છે.પરંતુ આ કામ કરવા જતા ક્યારેક તેમના જ જીવને જોખમ ઉભુ થતું હોય છે. હાલમાં આવું જ કંઈ સુરતના પિયુષ ધાનાણી સાથે થયું હતું.

મૂળ સુરતના રહેવાસી પિયુષ ધાનાણી પાછલા કેટલાય સમયથી સુરતમાં કાયદાનો ભંગ થતો અટકાવવાનો તેમજ લોકોમાં સુધારો લાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પાછલા કેટલાય સમયથી તેઓ સવારે વહેલા ઉઠી શહેરના કોઈપણ વિસ્તારના ચાર રસ્તા પર જાઈ ઊભા રહે છે અને લોકોને રોગ સાઈડ જતા અટકાવે છે.

હાલમાં તે એક વિસ્તારના ચાર રસ્તા પર ઊભા હતા અને એક વ્યક્તિને રોંગ સાઇડ આવતા જોઈ તેના બાઈકની ચાવી લઇ લીધી હતી અને તેને રોંગ સાઇડ ન જવા સમજાવી રહ્યા હતા. જો કે આ વ્યક્તિએ પિયુષ ભાઈની વાત સમજવાને બદલે તેમની સાથે જ મારામારી કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહિ પિયુષ ભાઈ પર બાઈક પણ ચડાવી દીધું હતું. જોકે પિયુષ ભાઈએ પોતાને સાચવી લઈ વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું હતું. જેને કારણે હુમલાની આ સમગ્ર ઘટના રેકોર્ડ થઈ ગઈ હતી.જોકે હાલમાં એક તરફ પિયુષ ભાઈનો આ હુમલા વાળો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તો બીજી તરફ તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ તેમના મિત્રને કહી રહ્યા છે કે હું તમે રોંગ સાઈડથી ચાલ્યા જાઓ હું વીડિયો બંધ કરી દઉં છું.

આ જ કારણ છે કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર પિયુષ ભાઈની નિંદા કરતા જોવા મળે છે. જો કે પિયુષ ભાઈની આ પ્રવૃત્તિ સાચી હોય કે દેખાવની પરંતુ સમજદાર નાગરિક તરીકે કાયદાનું પાલન કરવું એ આપણી ફરજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *