Cli
ફ્લોપ અક્ષય કુમારના આ પ્લાન પર ચાહકો નો ગુસ્સો સામે આવ્યો, જાણો શું છે સમગ્ર મામલો...

ફ્લોપ અક્ષય કુમારના આ પ્લાન પર ચાહકો નો ગુસ્સો સામે આવ્યો, જાણો શું છે સમગ્ર મામલો…

Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર એ 32 વર્ષ પહેલા ફિલ્મ સોગંદ થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી હતી પરંતુ તેમની પહેલી જ ફિલ્મ સુપર ફ્લોપ રહી હતી ડિરેક્ટરો અને ફિલ્મ પ્રોડ્યુસરો સામે હાથ જોડ્યા બાદ અક્ષય કુમારને ઘણી બધી ફિલ્મો મળી અને આવનારા સમયમાં.

તેઓ સુપરસ્ટાર તરીકે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાબિત થયા ફિલ્મ મોહરા બાદ અક્ષય કુમારના ફિલ્મી કેરિયરને વેગ મળ્યો પરંતુ ત્યારબાદ અક્ષય કુમારની સતત દસ ફિલ્મ જતા લોકોને લાગી રહ્યું હતું કે અક્ષય કુમાર ફરી બેઠા થઈ શકશે નહીં પરંતુ પોતાની મહેનત અને લગનના કારણે તેઓ ફરી ખેલાડીની સીરીઝ સાથે.

પરત ફર્યા અને ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય થકી બોલીવુડ ના ખેલાડી સાબીત થયા પરંતુ છેલ્લા બે વર્ષથી અક્ષય કુમારની ફિલ્મો સતત ફ્લોપ જઈ રહી છે તેમના માતાના નિધન બાદ અક્ષય કુમારની ફિલ્મો ચાલી રહી નથી તાજેતરમાં 2023 માં રિલીઝ થયેલી ફિલ્મ સેલ્ફી પણ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નહીં.

અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરવા માંગે છે તેઓ આવનારા સમયમાં ઓ માય ગોડ ટુ ફિલ્મ સાથે આવી રહ્યા છે પરંતુ અક્ષય કુમાર ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ રિલીઝ કરવા માંગે છે તેઓ સિનેમા ઘરોમાં આ ફિલ્મને રિલીઝ કરવા માગતા નથી જેના કારણે યુઝરો ભડકી ઉઠ્યા છે અને સતત ગુસ્સો કરી કમેન્ટ આપી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમારની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ જઈ રહી છે જેમાં બચ્ચન પાંડે અતરંગી રે રક્ષાબંધન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ રામ સેતુ અને સેલ્ફી જેવી ઘણી ફિલ્મો સામેલ છે સતત ફ્લોપ જે રહેલ ફિલ્મો વચ્ચે હવે ઓ માય ગોડ નિર્માતા ઓ વિચાર વિમસ કરી રહ્યા છે મિડીયા રિપોર્ટમાં એ ખુલાસો સામે આવ્યો છે કે અક્ષય કુમારની.

આ ફિલ્મ થિયેટરોમા રિલીઝ નહીં પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થસે આ ખબર સામે આવતા અક્ષય કુમારના ચાહકો ખૂબ જ ભડકી ગયા છે અને કમેન્ટ કરીને સતત ફિલ્મ ઓમાય ગોડ ને સિનેમા જોવા માટેની માંગ કરી રહ્યા છે અક્ષય કુમાર પોતાની ફ્લોપ ફિલ્મોની વચ્ચે નવા પ્લાન સાથે ઓટીટી પ્લેટફોર્મ પર પ્રભુત્વ જમાવવા માગે છે પરંતુ ફેન્સ આ વાતથી નારાજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *