હિરલ અને ચિરાગ ની આ પ્રેમ કહાની, વાંચીને આપની પણ આંખો ભરાઈ આવશે, સાચો પ્રેમ આને કહેવાય...

હિરલ અને ચિરાગ ની આ પ્રેમ કહાની, વાંચીને આપની પણ આંખો ભરાઈ આવશે, સાચો પ્રેમ આને કહેવાય…

Breaking

સાચો પ્રેમ અને સાચા દિલના સંબંધો ક્યારે બદલતા નથી લગ્ન બાદ પતિ પત્ની એકબીજાની સાથે જીવવાનું વચન આપે છે અને આ જ વચનને ઘણા લોકો નિભાવતા જોવા મળે છે તો ઘણા કિસ્સાઓમાં છૂટાછેડાના બનાવો પણ સામે આવે છે આજકાલ જ્યારે યુવાનો કે યુવતીઓ લગ્ન માટે જોવા જાય છે.

ડિગ્રી જુએ છે રંગ રૂપ જુએ છે ત્યારે જામનગર ના લાલપુર તાલુકાના ડબાસંગ ગામ થી એક એવી કરુણઘટના સામે આવી છે જે પ્રેમ સંબંધો અને દિલના સંબંધોને સાચા અર્થમાં અભિવ્યક્ત કરે છે 18 વર્ષની હિરલ ગજ્જર અને તેના મંગેતર ચિરાગ ભાડેસીયા ની કહાની જાણી તમારી પણ આંખો ભરાઈ આવશે સમગ્ર ઘટના.

અનુસાર આજથી ચાર વર્ષ પહેલા ડબાસંગ ગામમાં રહેતા તનસુખભાઈ ગજ્જરની 18 વર્ષની દિકરી હીરલ ની સગાઈ 28 માર્ચ ના દિવશે ડબાસંગ ગામમાં રહેતા ચિરાગ સાથે સાથે થઈ હતી અને સગાઈ બાદ બંનેના ઉનાળામાં લગ્ન કરવાના હતા પરંતુ વિધાતાએ કંઈક અલગ જ લખ્યું હતું સગાઈના બે મહિના બાદ હિરલ પોતાના.

ઘેર કચરા પોતા કરી રહી હતી આ દરમિયાન તે પોતાના ઘેરથી બહાર નીકળતા તેના ઘરની બાજુમાં વીજળીનો 66 કેવીનો તાર પડતા વીજવાયર ના કરંટ ના કારણે તેનો ઘટના સ્થળે જ તેનો એક હાથ કપાયો અને બંને પગ દાઝી ગયા હિરલ ને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર હેઠળ ખસેડવામાં આવી.

અને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી સાત મહિનામાં પાંચ સર્જરી કરવામાં આવી અને તેના બંને પગ ઢીંચણથી કાપવા પડ્યા ડોક્ટર હોય હિરલ ને બચાવવા માટે શક્ય હોય એટલા પ્રયત્ન કર્યા હિરલ આ પરિસ્થિતિમાં હોવા છતાં પણ તેના મંગેતર ચિરાગે તેનો સાથ ના છોડ્યો અને.

આ સ્થિતિમાં પણ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર હતો પોતાની મંગેતર ની આ પરીસ્થીતી માં સાત મહીના સુધી ચિરાગ હોસ્પિટલમાં રહ્યો અને પોતાની થનારી પત્ની ને આ સ્થિતિ માં પણ આખી જીંદગી સાથ આપવાની તૈયારી બતાવી સાત મહિના સુધી સંભાળ રાખતો પોતાની હીરલની સાજા થવાની દુઆઓ માગંતો અને તેને.

છોડવા ચિરાગ તૈયાર નહોતો ચિરાગ ને એ જાણ હતી કે તેના પગ કે તેનો હાથ ક્યારેય સાજો નહીં થઈ શકે એ છતાં પણ તે તેને સાચા દિલથી પ્રેમ કરતો હતો અને જીવન પર તેની સાથે લગ્ન કરી અને જિંદગી વિતાવવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ વિધિના લેખ પર કોઈ મેખ મારી શકતું નથી ચિરાગ નું આ સપનું પૂરું થયું નહીં.

અને હિરલ તને હંમેશા માટે છોડીને આ દુનિયાથી ચાલી ગઈ સાત મહિનાની સારવાર દરમિયાન પાંચ સર્જરી કરવા છતાં પણ ડોક્ટરો તેનો જીવ બચાવી ન શક્યા અને 15 ડિસેમ્બરના રોજ હિરલ નું હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું હતું ચિરાગ અને હીરલના માતા પિતા ની ખુશીઓ છીનવાઈ ગઈ હીરલના પાર્થીવ દેહને ડબાસંગ લાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં.

દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું હતું હીરલના પાર્થિવ દેહને પરણીતા ની જેમ સજાવવામાં આવ્યો ચિરાગ પોક મુકીને ધ્રુસકે ધ્રુસકે રડતો રહ્યો ગામ આખાયમા સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી હતી ચિરાગ ને સંભાડવો મુશ્કેલ બન્યો‌ હતો અને ચિરાગ સ્મશાનમાં પણ આખું ગામ જતું રહ્યું છતાં પણ બેસીને આખી રાત રડતો રહ્યો હતો જે જોતા લોકોની આંખો ભરાઈ આવી હતી ઓમ શાંતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *