ભારતની ટેલિવિઝનની દુનિયામાં છેલ્લા 13 વર્ષથી તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં શો લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યો છે ભાગ્યેજ એવું કોઈ ઘર હશે જેમાં આ શો જોવામાં નય આવતો હોય આ શોની વધતી લોકચાહના જોઈને તારક મહેતા ટિમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ફેન્સને મોટી સરપ્રાઇઝ આપવાની જાહેરાત કરી છે.
તમને એ પણ જણાવી દઈએ કે શોની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય એ છેકે હવે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં શો અઠવાડિયામાં 5 નહિ પણ 6 કલાક બતાવવામાં આવશે આ ફેસલાની સાથે આ શોવ સોમવાર થી શનિવાર સુધી નવા એપિસોડમાં બતાવવામાં આવશે.
સોની સબ ચેનલે શનિવારે વિશેષ મહાસંગમની જાહેરાત સાથે અઠવાડિયામાં 6 દિવસ શો બતાવવાનું નક્કી કર્યું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં અત્યાર સુધીમાં 3200 થી વધુ એપિસોડ પૂરા કર્યાછે આ પછી પણ શો લોકોની મનપસંદ સૂચિમાં ટોચ પર રહે છે ગોકુલધામ પરિવાર વચ્ચે પ્રેમ અને ઝઘડો દર્શાવવામાં આવ્યો છે.
ગોકુલધામ સોસાયટીમાં દરેક ધર્મ અને સંસ્કૃતિના લોકો સાથે રહે છે એટલું જ નહી તમામ ગોકુલવાસીઓ સમાજમાં આવનારી દરેક નાની મોટી સમસ્યાનું સમાધાન એક સાથે કરે છે ગોકુલના રહેવાસીઓ સાથે રહે છે તેમની વચ્ચે અનેક પ્રકારની વિવિધતા છે આ વસ્તુ ખૂબજ રમૂજી સ્વરમાં બતાવવામાં આવી છે આ શો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.