ફ્લિપ કાર્ટ અને એમેઝોન હાલમાં એક એવી સોશીયલ સાઈટ છે જે લોકોના ખરીદી કરવાના કંટાળાને દૂર કરે છે લોકો ઘરે બેઠા જ હજારો વસ્તુઓ જોઈને પોતાની વસ્તુ મંગાવી શકે છે પણ પેલું કહેવાય છે ને કે જેના ફાયદા હોય એના નુકશાન પણ હોય એવી જ રીતે આ સોશીયલ સાઈટ ના નુકશાન પણ અવારનવાર સામે આવતા રહે છે.
ઘણીવાર ફ્લિપકાર્ટ પર તમે કોઈ વસ્તુનો ઓર્ડર આપ્યો હોય અને વસ્તુ કોઈ બીજી જ નીકળે અથવા તો એવું બને કે માત્ર ખાલી બોક્સ જ મળ આવો જ એક કિસ્સો ટીવી સીરીયલ અનુપામામાં સમરનું પાત્ર ભજવનાર અભિનેતા પારસ સાથે થયું છે હાલમાં જ પારસે સોશીયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો છે જે ફ્લિપ કાર્ટ ને ટેગ કરતા તેમને લખ્યું છે કે તેમને નથીંગ મંગાવ્યું હતું અને તેમને ખરેખર નથિંગ મળ્યું છે.
પારસએ ફ્લિપકાર્ટ પરથી નથિંગ કંપનીના એયરફોન મગાવ્યા હતા પરતું જ્યારે તેમના ઓર્ડરની ડિલિવરી કરવામાં આવી ત્યારે બોક્સ ખોલીને જોતા બોક્સ ખાલી હતું તેમાં કશું જ ન હતું જેને કારણે પારસે આ પોસ્ટ શેર કરી હતી જેમાં લોકોએ ફ્લિપકાર્ટ સંબંધિત પોતાના અનુભવ પણ શેર કર્યા હતા.
જો કે જ્યારે ફ્લિપકાર્ટને આ અંગે જાણ થઈ તો તેમને પારસની ટ્વીટનો જવાબ આપતા પારસ પાસે તેમનો ઓર્ડર આઇડી માંગ્યો હતો જેથી તેઓ પોતાની ભૂલ સુધારી શકે ઉલ્લેખનીય છે કે આ પહેલા આવી જ છેતરપિંડી અભિનેત્રી સોનાક્ષી સિન્હા સાથે થઈ હતી તેમને ફ્લિપકાર્ટ પર કોઈ ગેજેટ ઓર્ડર કર્યું હતું પરતું તેમના પાર્સલમાં ઈંટ આવી હતી જેનો ફોટો સોનાક્ષીએ સોશીયલ મીડિયામાં મૂક્યો હતો.