આજે દરેક વ્યક્તિ બે નામ સાથે જીવતો હોય છે એક જે તેના પરિવારે આપ્યું હોય અને બીજું જે દોસ્ત કે આસપાસના લોકોએ આપ્યું હોય આપણા બોલીવુડમાં પણ ઘણા કલાકારો એવા છે જે બે નામ સાથે જીવે છે પરતું આપણને તેમના અસલી નામની આજદિન સુધી જાણ જ નથી થઈ જેમ કે હૃતિક રોશન અજય દેવગણ આ એવા કલાકાર છે જેનું સાચું નામ ભાગ્યે જ લોકો જાણતા હશે.
તો આજે અમે તમને આવા કલાકારોના સાચા નામ વિશે જણાવીશું આ યાદીમાં એક નામ તો તમને ખબર હશે જ રાજીવ ભાટિયા હા તમને યાદ આવી જ ગયું હશે કે અમે કોની વાત કરી રહ્યા છીએ બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર જેમનું સાચું નામ રાજીવ ભાટિયા છે અને તેમના પરિવારના લોકો તેમને રાજુ કહીને બોલાવતા હતા.
સાથે જ વાત કરીએ એક સમયે યુવતીઓના દિલ પર રાજ કરનાર અભિનેતા દિલીપ કુમારની તો ૧૧ડિસેમ્બર ૧૯૨૨માં જન્મેલા દિલીપ કુમાર નું સાચું નામ મહોમદ યુસુફ ખાન છે દિલીપ કુમાર બોલીવુડમાં ફર્સ્ટ ખાન અને ટ્રેજેડી કિંગ તરીકે પણ જાણીતા હતા ત્યારબાદ વાત કરીએ બોલીવુડના પરફેક્ટનીષ્ટ અને દંગલ ફેમ આમિર ખાનની તો આમિર ખાનનું સાચું નામ મોહમ્મદ આમિર હુસૈન ખાન છે તેમના પરિવારના લોકો તેમને હુસૈનખાન કહીને બોલાવતાં હતા તેમનો જન્મ ૧૪માર્ચ ૧૯૬૫માં થયો હતો.
સાથે જ વાત કરીએ સિંઘમ ફેમ અભિનેતા અજય દેવગણ વિશે તો ૨એપ્રિલ ૧૯૬૯માં જન્મેલા અજય દેવગણનું સાચું નામ વિશાલ છે તમને જણાવી દઈએ કે અજયના પિતા વીરુ દેવગણ એક સ્ટંટ મેન હતા હવે વાત કરીએ ક્રિશ ફિલ્મ દ્વારા બાળકોમાં લોકપ્રિય બનેલા અભિનેતા હૃતિક રોશનની તો મિત્રો હૃતિક રોશને પોતાનું નામતો નથી બદલ્યું પરતું તેમને પોતાની અટકમાં ફેરફાર કર્યો છે.
હૃતિકની સાચી અટક નાગરાથ છે અને તેમનું નામ હૃતિક રોશન નાગરાથ છે તેમનો જન્મ ૧૦ જાન્યુઆરી ૧૯૭૪માં થયો હતો ત્યારબાદ વાત કરીએ યુવાનોમાં જાણીતા એવા ગાયક અભિનેતા અને આરજે આયુષ્માન ખુરાનાની તો એક હિંદુ પંજાબી પરિવારમાં જન્મેલા આયુષ્માન ખુરાનાનું સાચું નામ નિશાંત ખુરાના છે.
સાથે જ વાત કરીએ હાલમાં યુવતીઓના મન પર રાજ કરનાર કાર્તિક આર્યનની તો મિત્રો કાર્તિક આર્યનને ફિલ્મમાં કામ કરવા પોતાનું નામ નહિ પરંતુ અટક બદલી છે અભિનેતા કાર્તિકની સાચી અટક તિવારી છે અને તેઓ એક બ્રાહ્મણ પરિવામાંથી આવે છે તેમનો જન્મ ૨૨ નવેમ્બર ૧૯૯૦માં થયો હતો આ સિવાય અમિતાભ બચ્ચનનું સાચું નામ ઇન્કલાબ શ્રીવાસ્તવ અને સની દેઓલનું સાચું નામ અજય સિહ દેઓલ છે.