Cli
amitabhni bheto vishe jano

અમિતાભ બચ્ચનને બૉલીવુડ સ્ટાર્સ તરફથી જન્મદિવસ પર મળેલી 10 સૌથી મોંઘી ભેટો વિષે જાણો…

Bollywood/Entertainment

બોલીવુડના બિગ બી મહાનાયક અમિતાભ બચ્ચનને કોઈ ઓળખની જરૂર નથી પોતાની મહેનતથી એમને બોલીવુડમાં એટલી સફળતા મેળવી છે કે આજે નાનું બાળક પણ તેમને ઓળખે છે ૧૧ઑક્ટોબર ૧૯૪૨માં પ્રયાગરાજમાં જન્મેલા અમિતાભ બચ્ચને હાલમાં જ પોતાની ૭૯મી વર્ષગાઠની ઉજવણી કરી છે.

આ વર્ષગાઠ પર તેમને ન માત્ર બોલીવુડ પરતું સાઉથના અભિનેતા અને તેમના પરિવાર તરફથી પણ મોંઘી ભેટ આપવામાં આવી છે આજે અમે તમને બિગબીનીએ જ ભેટ વિશે જણાવીશું પહેલા તો વાત કરીએ અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી વિશે તો અમિતાભના ઘરમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાથે જ અભિષેક બચ્ચન એશ્વર્યા રાયએ પણ પોતાના સોશીયલ મીડિયામાં જન્મદિવસની શુભકામનાઓ સાથેના કેપશન સાથે અમિતાભના ફોટા શેર કર્યા હતા ઉલ્લેખનીય છે કે એશ્વર્યા રાય બચ્ચન અભિષેક બચ્ચન અને આરાધ્યા બચ્ચન પેરિસમાં હતા જેઓ ખાસ અમિતાભના જન્મદિવસની ઉજવણી કરવા મુંબઈ પરત ફર્યા હતા.

જો અમિતાભ બચ્ચને મળેલી ભેટ વિશે વાત કરીએ તો અમિતાભની પત્ની અને જાણીતી અભિનેત્રી જયા બચ્ચનને જન્મદિવસ નિમિતે એક એપાર્ટમેન્ટ ભેટ આપ્યું છે જેની કિંમત આશરે ૧૬કરોડ જાણવામાં આવી રહી છે સાથે જ વાત કરીએ દીકરા અભિષેક બચ્ચન તરફથી તેના પિતાને આપવામાં આવેલી ભેટની તો તેમને અમિતાભને રેન્જરોવર કાર આપી છે જેની કિંમત ૨કરોડ રૂપિયા છે.

બોલીવુડના કિંગખાન શાહરૂખ અને અમિતાભ બચ્ચનને આપણે ઘણી ફિલ્મોમાં સાથે જોયા છે જો કે હાલમાં તેઓ પોતાના દીકરા આર્યનને લઈને ચિંતામાં છે છતાં પણ તેઓ અમિતાભ બચ્ચનનો જન્મદિવસ નથી ભૂલ્યા અને તેમને બિગ બીને ઓડી ક્યું ૭ કાર ભેટમાં આપી છે.

જેની કિંમત ૮૦લાખ રૂપિયા છે વાત કરીએ બોલીવુડના દબંગ સલમાન ખાનની તો એ તો તમે જાણો છો કે સલમાન ખાન કોઈને પણ ભેટ આપવાનું ચૂકતા નથી તેમને પણ બિગ બીને મર્સિડીઝ બેન્ઝ કાર ભેટ આપી છે જેની કિંમત ૪૦લાખ રૂપિયા છે આ તો બોલીવુડના અભિનેતાએ આપેલી ભેટના નામ છે.

પરતું તમને જણાવી દઈએ કે સાઉથના સુપર સ્ટાર રજનીકાંતે પણ મહાનાયક અમિતાભ બચ્ચને જન્મદિવસની શુભકામનાઓ સાથે ભેટ મોકલી છે તેમને બિગ બીને સોનાના બુટ ભેટમાં આપ્યા છે જેની કિંમત ૯લાખ રૂપિયા છે સાથે જ વાત કરીએ બિગ બીની પુત્રવધૂ અને બોલીવુડ ફિલ્મોની સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની ભેટ વિશે તો એશ્વર્યાએ તેના સસરાને સોનાની ચેન આપી છે જેની કિંમત ૧ લાખ રૂપિયા છે.

જો કે તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચને પોતાના જન્મદિવસ નિમિતે પોતાનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તેમને પોતાની ઉંમર ૮૦ વર્ષની લખી દીધી હતી જોકે આજે પણ ભારતના ખૂણે ખૂણે બસ બૉલીવુડમાં એક જ નામ ગુંજે છે અને એ છે અમિતાભ તમારા માટે અમિતાભ વિષે શું કહેવું છે જરૂર થી જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *