Cli
know about this pgvcl and farmer issue

1 રૂપિયાના લેણા માટે વીજળી વિભાગે આપી નોટિસ ! માત્ર 1 રૂપિયા માટે ખેડૂત સામે કોર્ટ કેસ…

Breaking

અમરેલીના ખેડૂતને 1 રૂપિયાની રિકવરી માટે નોટીસ આપવામાં આવી છે. વાત જાણે એમ છે કે, PGVCLની કોર્ટ દ્વારા ખેડૂતને 5 રૂપિયાની ટીકીટ ખર્ચી માત્ર 1 રૂપિયાની રિકવરી નોટિસ ફટકારવામાં આવી છે. જેને લઈ હવે ઉર્જા મંત્રી કનુ દેસાઇનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ રીતે 1 રૂપિયાના ટોકન માટે નોટિસ ન આપવી જોઇએ.

અમરેલીના વડિયામાં ખેડૂતને PGVCLની વિચિત્ર નોટિસ મળી છે. વિગતો મુજબ PGVCLની 1 રૂપિયો બાકી હોવાની ખેડૂતને નોટિસ આપવામાં આવી છે. હરેશભાઈ સોરઠિયા નામના ખેડૂતને રદ્દ થયેલા કનેક્શનનો 1 રૂપિયો બાકી હોવાની નોટિસ અપાઈ છે. જેમાં વડિયા લોક અદાલતમાં 1 રૂપિયો ભરવા અંગે નોટિસ ઇસ્યુ થયાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

શું છે સમગ્ર મામલો ?

અમરેલી જિલ્લાનાં કુંકાવાવના એક ખેડૂતને PGVCL દ્વારા એક રૂપિયાની નોટિસ અપાઇ છે. પ્રાથમિક માહિતી મુજબ 7 વર્ષ પહેલા કુકાવાવાના ખેડૂતના ખેતરમાં એક વીજ કનેક્શનને રદ્દ કરવામા આવ્યુ હતું. જે બાદમાં આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે હવે PGVCL દ્વારા કોર્ટ મારફતે કુકાવાવના ખેડૂતને 1 રૂપિયાની કાયદેસરની કોર્ટ નોટિસ અપાવી છે. પાંચ રૂપિયાની ટિકીટ લગાડીને ખેડૂત પાસે એક રૂપિયાની નોટિસ અપાઇ છે.

જાણો શું કહ્યું ઉર્જામંત્રીએ ?

PGVCL દ્વારા કોર્ટ મારફતે ખેડૂતને નોટીસ ફટકારી છે. જેમાં 5 રૂપિયાની ટીકીટ ખર્ચી 1 રૂપિયાની રિકવરી નોટિસ પાઠવવા મામલે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઇનું નિવેદન સામે આવ્યું છે. કનુભાઈ દેસાઇએ જણાવ્યું કે, આ રીતે 1 રૂપિયાના ટોકન માટે નોટિસ ન આપવી જોઇએ. સમગ્ર મુદ્દે યોગ્ય તપાસ કરીને જણાવીશ. આ સાથે કહ્યું કે, નોટિસ મુદ્દે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *