અમદાવાદને અદ્ભૂત અને ગજબની ભેટ મળવાની છે. સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ શાનદાર અને ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના બની તૈયાર થયો છે. ભારતીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં કલા સંસ્કૃતિ સાથે સંકળાયેલા વિવિધ દર્શ્યો જોવા મળી રહ્યાં છે. જો કે, આ સેવાથી લોકોને અનેક ઘણું લાભ થશે તેમજ અમદાવાદની શાનમાં વધારો થશે.
આ ટર્મિનલ અમદાવાદ અને મુંબઈ વચ્ચે કાર્યરત ભારતની શરૂઆતની બુલેટ ટ્રેનના મુસાફરોને સેવા આપવા માટે તૈયાર છે. અત્રે જણાવી દઈએ કે, આ ગજબનું સૌદર્ય ધરાવે છે તેમજ અદભૂત કારીગરી શૈલી કંડારવામાં આવી છે. વિગતો મુજબ આ જાપાન સરકારની ટેકનિકલ અને નાણાકીય સહાયથી ચલાવવામાં આવ્યો છે. જેમાં 2.07 કલાકમાં બે મોટા શહેરોને જોડવાની વાત છે. આ પ્રોજેક્ટ વિશે વિગતે જણાવીએ તો વર્ષ 2017માં PM નરેન્દ્ર મોદી અને જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ અમદાવાદની શાન સમાન પ્રોજેક્ટમાં ટનલ અને અંડરસીઝ સાથે 508 KM લંબાઈની ડબલલાઈનનો સમાવેશ કરાયો છે. જો કે, ખર્ચની વાત કરવામાં આવે તો આશરે રૂ. 1,08,000 કરોડ થશે. જે ખર્ચમાં 81% જાપાનીઝ સોફ્ટ લોન દ્વારા વાર્ષિક 0.1% દરે લેવામાં આવશે અને જેમાં 15 વર્ષનો ગ્રેસ પીરિયડ સહિત 50-વર્ષના પુન:ચુકવણી સમયગાળાનો નક્કી કરાયાની વિગતો છે.