અત્યારે દેશમાં કેટલાય ચોંકાવનાર કિસ્સા બની રહ્યા છે અહીં એક એવી ઘટના સામે આવી છેકે પોતાના પરીવારને છોડીને અન્ય યુવાન સાથે કોર્ટમેરેજ કરનાર યુવતીનું મોત થયું છે ઉત્તરપ્રદેશમાંથી એક ચોંકાવનાર ઘટના સામે આવી છે પોતાનો ધર્મ બદલીને યુવાન સાથે લગ્ન કરનાર યુવતીને મોત થયું છે હવે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
યુપીના મુરાદાબાદના કોતવાલી મુગલપુરા વિસ્તારમાં ગોકુલ દાસ કોલેજ પાસે રહેતી સનાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે સનાએ 28 મેના રોજ તેના ઘરથી થોડે દૂર રહેતા અજય દિવાકર નામના યુવક સાથે આંખ મળી ગઈ હતી તેના બાદ તે યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અજયને ખુબ પ્રેમ કરતી હતી તેના પ્રેમને કારણે સનાએ.
તેના પહેલા પતિ સૈયદ રેહાનથી છૂટાછેડા લઈ લીધા હતા અને મુસ્લિમ ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવી લીધો હતો તેના બાદ અજય દિવાકર સાથે લગ્ન કર્યા હતા સનાએ હિન્દૂ ધર્મ અપનાવ્યા બાદ પોતાનું નામ બદલીને સોનમ દિવાકર રાખ્યું હતું અજય દિવાકર અને સોનમને તેમના જીવને જોખમ હતું તેથી એમણે પોતાનું ઘર મૂકીને બીજે રહેવા ચાલ્યા ગયા હતા.
અજય દિવાકર તેની પત્ની સના ઉર્ફે સોનમ સાથે તેની માસીના ઘરે રહેવા ગયો હતો પરંતુ સોનમનું મોત અચાનક થતા હાહો મચી ગઈ છે હવે આ મામલે અધિકારી આશુતોષ સિંહનું કહેવું છેકે સના ઉર્ફે સોનમના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યોની જે પણ પુરાવા મળ્યા છે તેની તપાસ કરી તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.