પહેલા દિવસે જ લાલસીંગ ચડ્ડા ફિલ્મની હાલત જોઈને કરીના કપૂર પરેશાન થઈ ગઈ છે કરીના એ ફિલ્મ બાયકોટ કરનારને કંઈક અપીલ કરી છે અને એમના ગયા બયાન પર પણ ખુલીને વાત કરી છે લાલસીંગ ચડ્ડા ફિલ્મના બીજે દિવસે જ 1300 શો રદ કરવામાં આવ્યા હતા કારણ લોકો ફિલ્મ જોવા પહોંચી નથી રહ્યા.
થોડા દિવસો પહેલા કરિના કપૂરે કહ્યું હતું કે તમે જો ફિલ્મ જોવા નથી માંગતા તો તમને કોઈ જબરજસ્તી નથી કરતું હવે તેને લઈને આર જે સિદ્ધાંતે ઇન્ટરવ્યૂમાં સવાલ કર્યો કે કદાચ એમના બયાનને લોકોએ સિરિયસલી તો નથી લઈ લીધું ને તેના પર કરીનાએ કહ્યું મને લાગે છેકે કદાચ આ કેટલાક લોકોનું એક ગ્રુપ છે.
જે ટ્રોલિંગ કરી રહ્યા છે પરંતુ સાચે ફિલ્મને જે પ્રેમ મળી રહ્યોછે તે ખુબ જ અલગ છે એક ટકા માણસોનું ગ્રુપ છે જેઓ ટ્રોલ કરે છે પરંતુ વાત એ છેકે એમને આ ફિલ્મનો બાયકોટ ન કરવો જોઈએ આ એક સુંદર ફિલ્મ છે અને હું ઈચ્છું છુકે લોકો મને અને અમીરને પડદા પર જોવે ત્રણ વર્ષ થઈ ગયા અમે બહુ રાહ જોઈ.
તો પ્લીઝ આ ફિલ્મને બાયકોટ ન કરો કારણ આ સારા સિનેમાનું બાયકોટ કરવા જેવું છે લોકોએ આ ફિલ્મ પર કેટલી મહેનત કરી છે અઢી વર્ષથી આ ફિલ્મ પર 250 થી વધુ લોકોએ કામ કર્યું છે લાલસીંગ ચડ્ડા ફિલ્મએ પહેલા દિવસે 11 કરોડની કમાણી કરી હતી ફિલ્મનો લગાતાર વિરોધ થઈ રહ્યો છે તેને લઈને બીજા દિવસે 1300 થી વધુ શોને રદ કરવમાં આવ્યા હતા.