બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટ આજકાલ બધે છવાયેલ છે ક્યારેક ગંગુબાઈ લુકને લઈને તો ક્યારેક પોતાની જન્મદિવસ પાર્ટીમાં બિકીની પોઝને લઈને ગયા દિવસોમાં ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની જન્મદિવસ પાર્ટી રાખવામાં આવી હતી તેમાં આલિયા ભટ્ટે અલગ અંદાજમાં એન્ટ્રી મારી હતી.
અહીં પાર્ટીમાં આલિયા ભટ્ટ લાલ ફ્લોરલ ડ્રેસમાં જબરજસ્ત જોવા મળી હતી જણાવી દઈએ અપૂર્વ મહેતાની પાર્ટી કરણ જોહરે હોસ્ટ કરી હતી પાર્ટીમાં બીટાઉનની જાણીતી હસ્તીઓ પહોંચી હતી અહીં પાર્ટીમાં મોટા મોટા સ્ટાર જોવા મળ્યા હતા જેમાં આલિયા ભટ્ટ પણ અલગ અંદાજમાં જોવા મળી.
આલિયા ભટ્ટે ઇન્ટરનેશનલ ફેશન ડિઝાઇનર લેબલ મેગ્ડાનું ડિઝાઈને કરેલ ડ્રેસ પહેરેલ હતું આલિયાની આ ફોટો લક્ષમી લહેરે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે ફોટો સાથે લક્ષમી એ કેપશન પણ સારું લખ્યું હતું આલિયાની આ ફોટો સોસીયલ મીડિયામાં શેર કરી છે જેને અત્યાર સુધી લાખોમાં લાઈક મળી ચુક્યા છે.