દીકરી જવાનું દુઃખ તો એટલું ભારે છે કે કોઈ એવા એટલા શબ્દ નથી કે હું તમને કહી શકું એમ અમારું તો બધું જ લૂટાઈ ગયું એક વર્ષ પહેલા અમરેલીનો પરિવાર અમદાવાદ એરપોર્ટ ઉપર દીકરીને મૂકવા માટે આવ્યો હતો અને દીકરીએ પણ પરિવારને કહ્યું હતું કે હું લંડન પહોંચીને ફોન કરીશ તમે ચિંતા ના કરતા પરિવાર પરત અમરેલી પહોંચે તે પહેલા પ્લેન ક્રેશના સમાચાર મળે છે અને પટેલ પરિવાર પ્લેન ક્રેશમાં લાડકવાઈ દીકરીને ગુમાવે છે આ આઘાતમાંથી હજી પણ તેમના માતા બહાર નથી આવ્યા અને દીકરીના માતા કહે છે કે અમને સહાય નહીં આપો તો ચાલશે પણ બ્લેક બોક્સનો ડેટા જાહેર કરો જેનાથી જાણી શકાય કે શા માટે પ્લેન ક્રેશ થયું હતું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ગત 12 જૂને અમદાવાદમાં પ્લેન ક્રેશની ગંભીર દુર્ઘટનામાં એક વર્ષ આજે પૂર્ણ થયું છે ત્યારે એક વર્ષ પહેલા થયેલી અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાએ અમરેલીના પટેલ પરિવારની એકની એક દીકરીને છીનવી લીધી હતી. આ દુર્ઘટનામાં પડસાલા પરિવારની લાડકવાઈ દીકરી રિદ્ધિનું મોત થયું હતું
અને એક વર્ષ બાદ તેની માતાના આંસુ સુકાતા નથી અને તેઓ રડતા ચહેરે દીકરીના દુઃખની વેદનાઓ વણાવતા વણાવતા સરકાર સમક્ષ બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની માંગણી કરી રહ્યા છે અને તેમણે જણાવી રહ્યા છે કે વિમાન દુર્ઘટના કઈ રીતે થયું તે અમારે જાણવું છે અમને કોઈ સહાય નહી મળે તો પણ ચાલશે પરંતુ અમારે વિમાન જે દુર્ઘટના થઈ હતી તેનું કારણ શું છે એટલું જ અમારે જાણવું છે. 25 વર્ષની અમરેલીની રિદ્ધિ લંડનમાં સ્થાયી થવાના સપના તેના ચકનાચૂર એક વર્ષ પહેલા થયા હતા. અકસ્માતે 12 જૂને અમદાવાદમાં સર્જાયેલા બ્રેન ક્લેશની ઘટના બાદ એક વર્ષના વીતવા છતા પણ માતા ગીતાબેન છે તેમની આંખમાંથી આંસુ નથી રોકાતા દીકરીને અમદાવાદ મૂકવા ગયા તે વખતની વાત કરતાં કરતાં માતાની આંખમાં આંસુ આવી ગયા હતા અને ગીતાબેને જણાવ્યું કે એ દિવસે પોતાની પુત્રીને લંડન મોકલવા માટે પરિવાર આખો અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યો હતો દીકરી રિદ્ધિ એરપોર્ટમાં ગયા બાદ પરિવાર પોતાની કાર લઈને પરત નીકળ્યો હતો પરંતુ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ પ્લેન ક્રેશ થયું અને બાદમાં પરિવાર રસ્તામાં હતો ત્યારે દુર્ઘટનાના સમાચાર મળ્યા અને આ સમાચાર સાંભળીને જાણે માથે આસમાન તૂટી પડ્યું હતું તેવો ઘાટ સર્જાયો હતો પાંચ દિવસની લાંબી રાહ જોયા બાદ ડીએનએ ટેસ્ટ મેચ થયા અને ત્યારબાદ પુત્રીનો મૃદદે છે તેમનો કબજો તેમને મળ્યો હતો અને આ મૃદદેહને અમરેલી લાવીને સમાજના લોકોની ઉપસ્થિતિમાં તેમની ની અંતિમ વિધિ કરવામાં આવી હતી. માતા ગીતાબેન આ દર્દને હજી પણ નથી ભૂલી શક્યા તેઓ કહે છે
કે પુત્રીના મોત બાદ મળતી તમામ સહાય જમાઈને મળી ગઈ છે અને તેમણે છ મહિનામાં જ બીજા લગ્ન કરી લીધા છે અને પ્રીવેડિંગ ફોટોશૂટ પણ કરાવી લીધું છે. અમે તો અમારું બધું જ લુટાઈ ગયું છે મારી દીકરી અમારા ઘરની રોનક હતી એ પણ અમારાથી છીનવાઈ ગઈ અને રિદ્ધિને લઈને માતા છે તે હજી પણ તેમના આંસુ સુકાતા નથી. રિદ્ધિ ગત 2025 ના મે મહિનામાં તે પરિવારને મળવા માટે આવી હતી અને 12 જૂન 2025 ના રોજ પરત લંડન જવા માટે નીકળી હતી પરંતુ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત થયું અને તે દિવસને યાદ કરીને પહેલા તો શું કહી રહ્યા છે માતા ગીતાબેન તેમને પણ સાંભળીએ દીકરી જવાનું દુઃખ તો એટલું ભારે છે કે કોઈ એવા એટલા શબ્દ નથી કે હું તમને કહી શકું એમ અમારું તો બધું જ લૂટાઈ ગયું ઘટના ઘટી ત્યારે આખી ઘટના હું હવે તો એરપોર્ટે એને મૂકવા ગયા હતા અને રાતે અમે લોકો નીકળ્યા એટલે ન્યા 10:30 11 વાગ્યા તો એ અંદર એને લગે ચેકિંગને બધુય થઈ ગયું તું પછી અમને થોડીક વાર તો અમે ત્યાં બેઠા હતા એરપોર્ટ ઉપર પછી કે તમે લોકો હવે જાવ માધવ આખી રાત હું તો નથી તો એને નીંદર થઈ જાય હું તો એ કે પ્લેનમાં બેહીને હું એ જ જાવાની છું એ કે પછી ત્યાં જઈને ને ફોન કરીશ એમ તો અમે તો અડધે રસ્તે પહોંચ્યા તઈ તો અમને જાણ થઈ કે ભાઈ આ રીતનું થયું છે તો અમે તો કોઈ દિવસ જોયું નહોતું કાઈ ખબર નથ પડતી પ્લેન ક્રેશ હું એમ અમને એમ કે કઈક માગ્યું હશે હાથ પગમાં ઈજા થઈ હશે પણ હાવ હચોડું આ રીતનું થાય એવું તો સબને કોઈ દિવસ વિચાર્યું નહતું અને અમે ન્યા પહોચ્યા સિવિલે પહોચ્યા ને એ હાલત તો ભગવાન કોઈને ન દેખાડે રાડા રાડી ચીસા ચીસી બધી અમે ગોતતા બધી આ ઓટમાંથી ઓલા વડમાં ઓલા વડમાંથી ઓલા વડમાં કે ક્યાંક અમને મળે છે એમ બેન આ દીકરીની દીકરી છે એના લગ્ન કેટલા સમય પહેલા લંડન એને દોઢ વર્ષ થયું એ દોઢ વર્ષ થયા ત્યાં આજ હતી લંડનમાં બે મહિના થયા આવી હતી ઇન્ડિયા એના પતિનો ને તમારી સાથે કેવું છે વેવા વાર તો ત્રણ ચાર મહિના તો એ લોકોએ જમાય છે બહુ આમ સારી રીતે કે ભાઈ અમારે દીકરાની જેમ જ એમ પછી જ્યારે આ ટાટા વાળાનું ફંડ ઓલું થવાનું હતું
ત્યારેથી પછી હચોડા કોન્ટેક્ટ એ લોકોએ મૂકી દીધા કે ભાઈ ફોનમાં કાઈ જવાબ નહી મેસેજમાં કાઈ નહીં કે ભાઈ પૈસા એને જોતા હતા તો ભલે લઈ લીધા એનોય કોઈ ઓલું નથી પણ અમારે હાલ ચાલ પૂછવાનું કાઈ નહીં કેટલું ફંડ એને મળ્યું એણે અ 50 લાખ રૂપિયાનું ફંડ મળ્યું એ પૈસે એણે લગન કર્યા છ મહિનાનો થયા હતા તો એને મેરેજ કરી લીધા એમ એ પૈસે મારી દીકરીના મોતના પૈસા એણે લગનમાં વાપર્યા દુઃખ એ વસ્તુનું છે એમ તમને જાણ કરીથી આવી કોઈ લગન કરવાના કોઈ વસ્તુ કાઈ નહી અમને કાઈ કોન્ટેક્ટમાં જ નતા આ પ્રીવેડિંગને એ બધું હતું આ છોકરાઓને ફોનમાં તો અત્યારે આવી જાય બધું એ લોકો કોઈએ જોયું એટલે ખબર પડી નકર તો અમને ખબરય નહોતી એમને સરકાર દ્વારા કઈ કઈ સહાય મળે સરકાર દ્વારા તો આજે રાજ્ય સરકારના 2 લાખ રૂપિયા કેન્દ્ર સરકારના એ અમને મળ્યા છે બીજા તો એર ઇન્ડિયાના 25 લાખ એ અમને મળ્યા કેટલા સમય પહેલા એની લગ્ન કર્યા હતા અને એની પછીનો કેવો વ્યવહાર છે તમારો લગ્ન કર્યા એને તો દોઢ વર્ષ થયું ન્યા હતી લંડનમાં પછી એમ કે આમ એ લોકો વચ્ચે થોડીક આમ માથાકૂટને એવું થાતું રહેતું હતું પણ કોઈ અમે એને ઓલું કરતા હતા કે ભાઈ હાલો કાઈ વાંધો ની છોકરાઓ છે તો થોડીક માથાકૂટ થાતી રહેતી હોય એમ આ મૃત્યુ સમય જ્યારે અકસ્માત થયો પ્લેનનો ત્યારે એ લોકો ત્યાં આવ્યા હતા નહી નહી મારો દીકરો પાંચ દિવસ સિવિલમાં રહ્યો તો ન્યા કોઈ નતું આવ્યું અને ક્યાંય પણ મારી દીકરી છે એના બધેય ડોક્યુમેન્ટમાં એના પાસપોર્ટમાં ઈવન લંડનની બેંકમાં બધી એના ફાધરનું નામ જ છે અને એ છોકરા પાસે મેરેજ સર્ટી નહતું એ તે મારી દીકરીની હારે જ હતું અમને ફાઈલ એર ઇન્ડિયા વાળાએ આપી છે એમાં બધા કાગળિયા હજી એના સેફલી છે થોડું ઘણું બળ્યું છે
બાકી કાગળિયા બધા એમનામ જ છે એ લઈને જાતી હતી એ સમય દરમિયાન એના સાસરિયા પક્ષે તમારો સંપર્ક કર્યો તો કોઈ જાતનું કાઈ નહી દુર્ઘટના થઈ ત્યાર પછી કાઈ ત્યાર પછી નહી કોઈ વસ્તુ કાઈ નહી એટલે એમ કે એ લોકો આવ્યા હતા બેસણામારીમાં એ બધું તો હતું જ ને તેમ અહિયા ક્યાં કરશે અહિયા અમારે કારણ કે એને ન્યા એ લોકોને નહોતી બોલાવી એટલે પછી અમે અહિયા જ બધુ રાખ્યું એનું બ્લેક બોક્સનું જાહેર કરવું પડે અ બ્લેક બોક્સના ડેટા સરકારશ્રીને એ જ વિનંતી છે કે ભાઈ બ્લેક બોક્સના ડેટા જાહેર કરો અમારે પૈસા નથી જોતા બસ અમારી માંગ એટલી જ છે કે બ્લેક બોક્સના ડેટા જાહેર કરો જેથી ખબર પડે કે અમારું છોકરું કઈ રીતે આ ક્યા કારણ સર આવું થયું એમ રિદ્ધિની માતા ગીતાબેને જણાવ્યું કે એરપોર્ટ પર સામાન ચેક કરીને પુત્રી અંદર ગઈ ત્યારે તેણે કહ્યું હતું કે તમે બધા આખી રાત જાગ્યા છો તમે ઘરે જઈને સુઈ જાવ હું પણ પ્લેનમાં જઈને સુઈ જઈશ અને લંડન પહોંચીશ ત્યારે હું તમને ફોન કરીશ જો કે પુત્રીનો ફોન આવવાના બદલે તેના અકસ્માતનો ફોન આવ્યો અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે આજે અને આ દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના છ લોકોના મોત થયા હતા જેમાં રિદ્ધિનો પણ સમાવેશ થાય છે રિદ્ધિની માતા બસ હવે પ્લેન ક્રેશ શા માટે થયું તેનું કારણ જાણવા માંગે છે અને તેમણે સરકારને અપીલ કરી રહ્યા છે કે હવે તો એક વર્ષ થઈ ગયું છે આ દુર્ઘટનાને પ્લેન ક્રેશ શા માટે થયું તેના માટે બ્લેક બોક્સનો ડેટા છે તે જાહેર કરવામાં આવે વધુ સમાચાર સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો