એક વિમાન સતત 35 વર્ષ સુધી હવામાં આટાફેરા મારે શું એવું સંભવ છે [સંગીત] જ્યાં છેલ્લે એટલાન્ટિક મહાસાગરમાં એ ફ્લાઈટ સ્પોર્ટ થઈ હતી પણ કોઈ પણ અવશેષો મળ્યા નહીં [સંગીત] રડાર પરથી ગાયબ થવું એનો મતલબ ફ્લાઈટ સાથે કોઈ અણધારી ઘટના બની છે [સંગીત] અમુક વર્ષો પછી અચાનક એક ફ્લાઈટ દેખાય છે [સંગીત] અચાનક જે દેખાય એ ફ્લાઈટનું કોઈ લિસ્ટમાં નામો નિશાન નહતું [સંગીત] ખરેખર સેન્ટિયાગો એરલાઇન્સની 513 ફ્લાઈટ [સંગીત] 35 વર્ષ પછી બ્રાઝીલના એક એરપોર્ટ પર ઉતરી [સંગીત] અને અંદર જે દ્રશ્ય જોયું એ જોઈને આખે આખી ટીમ ચોંકી ગઈ [સંગીત] તમે ઘણીવાર હવાઈ મુસાફરી કરી હશે અથવા તો હવાઈ મુસાફરી વિશે જાણ્યું હશે વેમાનમાં મુસાફરી કરવી એનો અનુભવ અમુક ગણતરીની મિનિટોમાં કે ગણતરીના કલાકોમાં ખૂબ લાંબુ અંતર કાપી નાખવું અને ગંતવ્ય સ્થળે પહોંચી જવું વિમાનની આ મુસાફરી વર્ષોથી લોકો આનંદ લઈ રહ્યા છે માણી રહ્યા છે પણ છેલ્લા બે ત્રણ દાયકામાં જે વિમાન ઉદ્યોગ છે એટલે કે એવિએશન ઇન્ડસ્ટ્રી એનો જે વિકાસ છે એ બતાવી રહ્યો છે કે આગામી સમયમાં સૌથી વધારે ઝડપે કોઈ ઇન્ડસ્ટ્રી વિકસશે એટલે કે પરિવહનની અંદર જો લોકો સૌથી પહેલો ઉપયોગ કરશે તો એ વિમાનનનો કરશે એટલે કે વાયા એર બાય એર મુસાફરી કરવાનું પસંદ કરશે આ તો ડેટા છે સંશોધકોનું તારણ છે પણ આપણે કેમ આજે વિમાનની મુસાફરીની વાત કરી રહ્યા છે દુનિયામાં અત્યાર સુધી ઘણી બધી એવી ફ્લાઈટ્સ એટલે કે વિમાનની મુસાફરી બાદ એવા કિસ્સા બન્યા જેણે આખી દુનિયાને અચરજમાં મૂકી દીધા આવા જે કિસ્સાની વાત કરવી છે એની સાથે સાથે વૈજ્ઞાનિકો એક નવું સંશોધન કરી રહ્યા એની પણ વાત કરવી છે જેનાથી અચાનક હવામાંથી ગાયબ થઈ જતી ફ્લાઈટ અંગે મોટી જાણકારી મળી શકે. દુનિયામાં તમે જ્યારે પણ વિમાન મુસાફરીનો અથવા વિમાન ઉદ્યોગનો જ્યારે ઇતિહાસ ચકાશો તો ખ્યાલ આવે છે
કે એવા ઘણા કિસ્સા છે કે જ્યાં અચાનક મુસાફરો ભરેલું વિમાન હવામાં જ ગાયબ થઈ ગયું હોય અથવા તો સંપર્ક વિહોણું થઈ જાય અને પછી એની કોઈ ભાળ મળે નહીં. તમે જાણતા હશો કે જ્યારે એક વિમાન એક એરપોર્ટ પરથી ટેકઓફ કરે અને પછી જે એરપોર્ટ પર એનું લેન્ડિંગ હોય એ બંનેની વચ્ચે એ સતત રડારમાં રહે છે અને અલગ અલગ જે એજન્સી છે એ રડાર પર એના પર વોચ રાખે છે દરેક [સંગીત] ફ્લાઈટનો એક પહેલેથી અપાયેલો નંબર હોય છે અને આખી દુનિયામાં જેટલા વિમાનો નીકળે છે એ બધા જ આ રીતે નીકળે છે. પણ એક ફ્લાઈટ એવી પણ હતી જે પોતાના એરપોર્ટ પરથી ઉડી એના પછી અચાનક હવામાં ગાયબ થઈ ગઈ અને ગાયબ થયા બાદ એ ફ્લાઈટ અચાનક એક એરપોર્ટ પર લેન્ડ પણ કરે છે પણ વિમાન જ્યારે ઉડ્યું અને જ્યારે એરપોર્ટ પર ઉતર્યું એ બંનેની વચ્ચે 35 વર્ષનું અંતર હતું જી હા એક વિમાન સતત 35 35 વર્ષ સુધી હવામાં આટાફેરા મારે શું એવું સંભવ છે કઈ હતી એ ફ્લાઈટ કયા દેશમાં એ ઘટના બની એની અંદર જે મુસાફરો હતા એની સાથે શું થયું 35 વર્ષ સુધી એમણે શું કર્યું
અને આખરે જ્યારે એ ફ્લાઈટ લેન્ડ થઈ તો એની અંદર કેવા દ્રશ્યો જોવા મળ્યા આ બધા જ ઉપર આજે વાત કરવી છે નમસ્કાર હું છું મુફદલ કપાસી આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ એમ કે [સંગીત] [સંગીત] વાત જર્મનીની છે જર્મનીમાં એ સમયે સેન્ટિયાગો એરલાઇન્સ અસ્તિત્વમાં હતી વર્ષ હતું 1954 જી હા 1954 નું એ વર્ષ સપ્ટેમ્બરનો મહિનો ચોથી તારીખ આ સમયે સેન્ટિયાગો એરલાઇન્સની એક ફ્લાઈટ ઉડાન ભરવાની હતી રાબેતા મુજબ જે જે પ્રોસેસ થાય છે ફ્લાઈટમાં જતા સમયે મુસાફરોનું ચેકિંગ થાય અને ફ્લાઈટમાં બેસાડવામાં આવે જે ક્રુ મેમ્બર્સ હોય એર હોસ્ટેસ હોય એ એમને બેસાડે પછી થોડા સમય પછી એ ફ્લાઈટ ઉડાન ભરે આ જે ફ્લાઈટ હતી સેન્ટિયાગો એરલાઇન્સની એ ફ્લાઈટનો નંબર હતો 513 આ જે ફ્લાઈટ છે એ બ્રાઝીલના એક એરપોર્ટ પર ઉતરવાની હતી જર્મનીથી ઉડે અને બ્રાઝીલ પહોંચે જ્યારે જર્મનીથી એ ઉડાન ભરી રહી હતી 92 મુસાફરો એના પર સવાર હતા ક્રુ મેમ્બર સહિત કુલ આંકડો 92 લોકોનો હતો જર્મનીથી આ ફ્લાઈટ ઉડે છે એટીસી એટલે કે એર ટ્રાફિક કંટ્રોલ એને દિશાનિર્દેશ આપે છે અને એ ફ્લાઈટ ત્યાંથી રવાના થાય છે થોડા કલાકો પછી એનું ઉતરાણ હતું બ્રાઝીલના એક એરપોર્ટ પર અને એ એરપોર્ટ પર એ ફ્લાઈટ ઉતરે એ સાથે જ એની સફર પૂરી થતી હતી 1954 ના સપ્ટેમ્બર મહિનાની ચોથી તારીખે આ ફ્લાઈટ ઉડી તો ખરી પણ અચાનક જ્યારે એ વચ્ચે નીચે સમુદ્રને અને ઉપર આકાશ આકાશમાંથી એ પસાર થઈ રહી હતી અને અચાનક રડારમાંથી એનું સિગ્નલ છે એ નબળું પડવા લાગ્યું. થોડીવારમાં સિગ્નલ દેખાતું બંધ થઈ ગયું. રડારના જે અધિકારીઓ હતા એમણે આ જે ફ્લાઈટને ટ્રેક કરી રહ્યા હતા કેમ કે કોઈ પણ ફ્લાઈટ કોઈ પણ વિમાન એક સ્થળેથી બીજા સ્થળે જાય તો એની આખે આખી સફર છે એ રડાર પર ટ્રેક થતી હોય છે રડાર પરથી ગાયબ થવું એનો મતલબ ફ્લાઈટ સાથે કોઈ અણધારી ઘટના બની છે દુનિયામાં આવા ઘણા બધા અકસ્માતો થઈ ચૂક્યા છે
હવાઈ દુર્ઘટનાઓ બની ચૂકી છે બહુ નજીકમાં આપણે સૌને યાદ છે કે કઈ રીતે અમદાવાદમાં લંડન જતી એ ફ્લાઈટ અચાનક કજ ઉડ્યા બાદ થોડી સેકન્ડોમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી એ જ પ્રમાણે જર્મનીથી સપ્ટેમ્બર 1954 માં નીકળેલી આ ફ્લાઈટ અચાનક મધદરીએ એટલે કે એટલાન્ટિક સમુદ્રની ઉપર હોય છે ત્યારે એ ફ્લાઈટ અચાનક રડારમાંથી ગાયબ થઈ જાય છે દોળધામ મચી જાય છે કોશિશો કરવામાં આવે છે કે એની ભાળ મેળવવામાં આવે છે છેલ્લે જ્યાં એનું બિંદુ દેખાયું હતું એની આસપાસના વિસ્તારોમાં એક વિસ્તૃત સર્ચ ઓપરેશનની જાહેરાત કરવામાં આવે છે કેમ કે પછી ઘણો સમય વીતે છે પણ રડાર પર એ ફ્લાઈટનું બિંદુ ફરીથી દેખાતું નથી એટલે કે રડાર પરથી એ ફ્લાઈટ બિલકુલ ગાયબ છે અધિકારીઓ સર્ચ ઓપરેશન શરૂ કરે છે 92 મુસાફરો અને ક્રુ મેમ્બર સહિતનું એ વિમાન આખરે ક્યાં ગાયબ થઈ ગયું એ વખતે એટલે કે 1954 માં વિજ્ઞાન હજુ એટલું વિકસ્યું નહતું એટલા સંસાધનો નહતા એટલે ઘણી બધી સમસ્યા થઈ રહી હતી પણ એક મોટી ટુકડી આ જે ફ્લાઈટ છે એનું જે છેલ્લું બિંદુ જ્યાં દેખાવ્યું હતું એટલાન્ટિક મહાસાગરની ઉપર ત્યાં શોધવા માટે જોડાઈ ગઈ આ અભિયાનમાં દુનિયાભરના સર્વશ્રેષ્ઠ જે સર્ચ ટીમના મેમ્બર્સ હોય એને બોલાવવામાં આવ્યા એમાં જે સમુદ્રની અંદર જેને મરજીવા કહે છે ડૂબકી લગાવીને ને પણ શોધખોળ કરી શકે એવા સદસ્યો પણ સામેલ હતા. કોશિશ એ હતી કે એ જે વિમાન છે એ વિમાનના અવશેષો મળે તો એટલું ખબર પડે કે ભાઈ એટલાન્ટિક મહાસાગરની ઉપર એ જે વિમાન છે એની સાથે કોઈ દુર્ઘટના થઈ છે પણ જે રેસ્ક્યુ ટીમ હતી સર્ચ ઓપરેશન ચલાવી રહેલી ટીમ હતી એમણે કલાકો સુધી દિવસો સુધી ત્યાં સર્ચ ઓપરેશન ચલાવ્યું જ્યાં છેલ્લે એટલાન્ટિક મહાસાગરમાં એ ફ્લાઈટ સ્પોટ થઈ હતી પણ કોઈ પણ અવશેષો મળ્યા નહીં અંતે એ જે ફ્લાઈટ છે સેન્ટિયાગો એરલાઇન્સની એ ફ્લાઈટ 513 ને રહસ્યમય રીતે ગાયબ જાહેર કરવામાં આવી ઘણા વર્ષો સુધી એની ચર્ચાઓ ચાલી ઘણા વર્ષો સુધી એ સમયનું વિજ્ઞાન જેટલું વિકસેલું હતું એનાથી જેટલા સંસાધનો હતા એ સંસાધનોથી કોશિશ કરવામાં આવી કે એને શોધી લેવામાં આવે પણ એ ફ્લાઈટ મળી શકી નહીં દુનિયાભરમાં એની ખૂબ ચર્ચા થઈ વર્ષો વીતી ગયા લોકો એટલે કે ફ્લાઈટમાં જેટલા પણ મુસાફરો સવાર હતા ક્રુ મેમ્બર સહિત એ તમામને એમના જે પરિવારજનો હતા એમણે મૃત માની લીધા અને એમની જે તે અંતિમ વિધિ કરવાની થાય એ પણ કરી લાખી એ પછી બ્રાઝીલના એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલનો જે ટાવર હતો એના પર અમુક વર્ષો પછી અચાનક એક ફ્લાઈટ દેખાય છે હવે આ જે ફ્લાઈટ દેખાય છે તમામ એર ટ્રાફિક કંટ્રોલના જે ટાવર હોય ત્યાં જે ટેકનિશિયન્સ હોય ત્યાં જે એના ઓફિસર હોય એમની પાસે એક લિસ્ટ હોય છે કે આજે એરપોર્ટ પર કઈ કઈ ફ્લાઈટ ક્યાંથી ક્યાંથી આવી રહી છે પણ આ જે ફ્લાઈટ દેખાઈ રહી હતી અચાનક જે દેખાઈ એ ફ્લાઈટનું કોઈ લિસ્ટમાં નામો નિશાન નહતું આખરે આ ફ્લાઈટ ક્યાંથી આવી કોશિશ કરી એર ટ્રાફિક કંટ્રોલે એ વિમાન જે દેખાયું અચાનક એની સાથે સંપર્ક કરવાનો પણ એમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહીં એ ટ્રાફિક કંટ્રોલના જે અધિકારીઓ હતા એ અચાનક સ્તબ્ધ થઈ ગયા કે આ ફ્લાઈટ ક્યાંથી આવી છે? કઈ ફ્લાઈટ છે? કેમ કોઈ જવાબ નથી આપી રહ્યું લગાતાર કોશિશ થઈ ફ્લાઈટ બરાબર ઉડાન ભરી રહી તી એવું નહતું કે હાલક ડોલક થઈ રહી હોય કે કોઈ સમસ્યામાં હોય એવું નતું લાગી રહ્યું. એ બરાબર ઉતરી રહી હતી એ જે એરપોર્ટ હતું એના રનવે તરફ આવી રહી હતી એટલે આ લોકો સ્તબ્ધ થઈ ગયા કે જવાબ કેમ કોઈ નથી આપી રહ્યું અંતે ઇમર્જન્સી કોલ જાહેર કરીને એ જે ફ્લાઈટ છે
એના માટે રનવે ખાલી કરવામાં આવ્યો કે ભાઈ જે પણ હોય આ ફ્લાઈટ ઉતરી રહી છે તો રનવે ઉપર તો અકસ્માત ન થાય એટલે રનવે ખાલી કરવામાં આવ્યો જેથી એ ફ્લાઈટ ઉતરી શકે અને એ જે ફ્લાઈટ ઉતરી એ ફ્લાઈટ જ્યારે રનવે પર ઉતરે છે અને અધિકારીઓ એ ફ્લાઈટને જુએ છે તો સૌ કોઈ ચોકી જાય છે કેમ કેમ કે એ ફ્લાઈટ હતી સેન્ટિયાગો એરલાઇન્સની 513 ફ્લાઈટ અને એ વર્ષ હતું 1989 નું જી હા તમે બરાબર સાંભળ્યું એ વર્ષ હતું 1989 નું એટલે કે જે ઘટના બની હતી સેન્ટિયાગો એરલાઇન્સની 513 ફ્લાઈટ ના ઉડાનની એના 35 વર્ષ પછી કોઈ પણ માની ના શકે એવી આ ઘટનામાં ખરેખર સેન્ટિયા ટિયાગો એરલાઇન્સની 513 ફ્લાઈટ 35 વર્ષ પછી બ્રાઝીલના એક એરપોર્ટ પર ઉતરી શું હતું સત્ય અધિકારીઓ ત્યાં પહોંચ્યા એ ફ્લાઈટની નજીક કે આખરે આ ફ્લાઈટ 35 વર્ષ સુધી ક્યાં હતી? શું એ હવામાં જ આટાફેરા મારતી હતી અને જો હવામાં આટાફેરા મારતી હતી તો ઈંધણ ક્યાંથી આવ્યું અને કોઈ ફ્લાઈટ 35 વર્ષ સુધી સળંગ ઉડી શકે ખરી વૈજ્ઞાનિક રીતે તો આ સંભવ નથી એટલે જે પણ હોય ગોચર અગોચર વિશ્વ પણ આ અધિકારીઓ સામે આ ફ્લાઈટ આવીને રનવે પર ઊભી રહી હતી એટલે એમણે કોશિશ કરી કે ફ્લાઈટને જે એના પાયલટસ છે એને કહે કે ભાઈ તમે બહાર આવો પણ એટીસીના એ મેસેજનો પણ ફ્લાઈટસમાંથી કોઈ જવાબ ના આવ્યો એ વિમાનમાંથી કોઈ જવાબ ના આવ્યો અંતે એક વિશેષ ટીમ બોલાવવામાં આવી જેનાથી એ ફ્લાઈટનો દરવાજો ખોલવામાં આવ્યો બહારથી અને અંદર એ જે સર્ચ ટીમ એ પહોંચી અને અંદર જે દ્રશ્ય જોયું એ જોઈને આખે આખી ટીમ ચોંકી ગઈ કેમ કે ફ્લાઈટની અંદર તમામ બેઠકો જે સીટ હતી એના ઉપર મુસાફરો બેઠેલા હતા અને એમના જે બેલ્ટ હોય છે સીટ બેલ્ટ એ પણ એમ જ બાંધેલા હતા અંદરની સ્થિતિ બહુ ખરાબ હતી પણ જેટલા પણ મુસાફરો સીટ પર બેસેલા હતા એ તમામ હાર્ડ પિંજ જર બની ગયા હતા જેટલા પણ અધિકારીઓ ત્યાં હાજર હતા એ આ દ્રશ્ય જોઈને લગભગ અર્ધ બેભાન અવસ્થા જેવા થઈ ગયા કે 35 વર્ષ પછી ગાયબ થયેલી એક ફ્લાઈટ અચાનક બ્રાઝીલના એરપોર્ટ પર ઉતરે છે [સંગીત] કોઈપણ સિગ્નલ કોઈ પણ સંકેત કોઈ પણ મેસેજ આપ્યા વગર અને જ્યારે એ ફ્લાઈટ ઉતરે છે તો અંદર તમામ લોકો હાર્ડ પિંજરની હાલતમાં છે. આથી હવે જે અધિકારીઓ છે એ કોકપીટ તરફ ગયા કોકપીટ એટલે કે જ્યાંથી વિમાનનું સંચાલન થાય ઉડાન જ્યાંથી ભરવામાં આવે પાયલટ જ્યાંથી એ વિમાનને ચલાવે છે એ કોકપીટ તરફ ગયા અને હવે જે જોયું એ એ ખરેખર એમને બેભાન કરી દે એ પ્રકારનું ચોંકાવનારું હતું પાયલટની સીટ પર પણ બંને પાયલટ હાજર તો હતા પણ હાર્ડ પિંજરની સ્થિતિમાં આ એક એવી ઘટના બની ગઈ કે જેને
ત્યાં હાજર કોઈ માનવા તૈયાર નહોતા. શું 35 વર્ષ સુધી હવામાં ઉડેલી ફ્લાઈટ આવી રીતે બ્રાઝીલના એરપોર્ટ પર ઉતરે ખરી કેમ કે સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જે ફ્લાઈટ 1954 માં ઉડાન ભરી એ સેન્ટ ટિયાગો એરલાઇન્સ 1956 માં એટલે કે ઉડાનના બે વર્ષ પછી તો એરલાઇન્સ જ બંધ થઈ ગઈ એ કંપની જ બંધ થઈ ગઈ જે વિમાનનું સંચાલન કરતી હતી એટલે સૌથી મોટો સવાલ એ થયો કે 35 વર્ષ સુધી સેન્ટિયાગો એરલાઇન્સ 513 ક્યાં ગાયબ હતી અને એની અંદર જે મુસાફરો હતા ક્રુ મેમ્બર્સ હતા એની સાથે આખરે એવું તો શું થયું કે હાડપિંજર થઈ ગયા અને એ પછી આ ફ્લાઈટે કેવી રીતે એરપોર્ટ પર સલામત ઉતરાણ કર્યું આ ઘટના જે છે એના પછી એવું કહેવાય છે કે બ્રાઝીલની સરકારને જ્યારે આ વાત પહોંચાડવામાં આવી તુરંત જ એમણે આખે આખા એરપોર્ટને કોર્ડન કરાવી દીધું અને એ ફ્લાઈટને રહસ્યમય રીતે ત્યાંથી લઈ જવામાં આવી અને એનું સંશોધન ચાલુ કર્યું પણ એ આખે આખા સમાચારને બ્રાઝીલ સરકારે ટોપ સિક્રેટ જાહેર કરીને કોઈના સુધી ન પહોંચે એ પ્રકારની વ્યવસ્થા કરી અને જાહેરાત કરવામાં આવી કે આ ઘટનાને હવેથી ટોપ સિક્રેટ ગણવામાં આવશે કેમ કે જો લોકોને આવી અજુગતી ઘટનાની જાણ થાય તો જેટલા પણ પ્રવાસીઓ છે બીજા એટલે કે જે હવાઈ મુસાફરી કરનારા છે એમની અંદર એક ભયનો માહોલ ઊભો થાય અને એ ભઈનો માહોલ માહોલ ના ઊભો થાય એટલા માટે બ્રાઝીલની સરકારે આ નિર્ણય લીધો અને ત્યાં એ ચેપ્ટર ક્લોઝ થઈ ગયું હવે સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર આ રીતે એક ફ્લાઈટ ગાયબ થઈ એટલાન્ટિક મહાસાગરની ઉપર ઉડાન ભરતા અને પછી 35 વર્ષ સુધી ગાયબ રહી અને 35 વર્ષ પછી 1989 નો ઓક્ટોબર મહિનો અને 12મી તારીખ ત્યારે બ્રાઝીલના એરપોર્ટ પર એ ફ્લાઈટ ઉડી આ જે રિપોર્ટ છે એ અંતે લીક તો થઈ જ ગયો એક સમાચાર માધ્યમે એને છાપ્યું કે ભાઈ આ રીતની ઘટના બની આમ થયું આમ થયું જેટલી પણ વાતો મેં જણાવી એ બધી એ સમાચાર પત્રે છાપી અને એનાથી પછી એક પછી એક સમાચાર પત્રોમાં એ ફેલાવવા લાગી વર્લ્ડ વીકલી ટેબલોઈટ જે ખૂબ જ એ વખતનું જાણીતું અખબાર હતું એણે પણ આ જ સમાચાર છાપ્યા અને એટલે આખી દુનિયામાં ચર્ચા ફેલાઈ ગઈ કે કોઈ ફ્લાઈટ સાથે કોઈ વિમાન સાથે હવામાં આવું તો શું થઈ શકે શું શું આ કોઈ રહસ્યમય શક્તિનું કામ છે કે પછી કોઈ એલિયનનું કામ છે કે પછી કોઈ એવી ઘટના ઘટી છે કે જે અગોચર વિશ્વની હોઈ શકે શું કોઈ ટાઈમ ટ્રાવેલ જેવી ઘટનાઓ થઈ આવા ઘણા બધા સવાલો થયા એ સમયે આના ઉપર ડિસ્કશન ડિબેટ થઈ ઘણું બધું થયું ઘણા બધા કાર્યક્રમો થયા પણ કોઈ એ રહસ્યનો તાગ ન મેળવી શક્યું પણ જ્યારે આપણે આ ઘટનાને ધ્યાનથી જોઈએ છીએ
તો એવું સમજમાં આવે છે કે જે અખબારે એ ઘટના સૌથી પહેલા છાપી અને એણે એવું કહ્યું કે ભાઈ સરકારે ટોપ સિક્રેટ જાહેર કરીને આ જે ઘટના બની છે એને બહાર નથી આવા દીધી એ અખબારના એ પત્રકારનું જ એ કામ હતું કે એણે કોઈ ભળતી કહાનીને આવી રીતે કાલ્પનિક રીતે પ્રસ્તુત કરીને બીજા સમાચાર માધ્યમોને પણ ભરમાવ્યા બીજા સમાચાર માધ્યમો પણ કદાચ એ સમજી ન શક્યા અને એ વાત વાયુવેગે ફેલાઈ ગઈ આમ પણ આ પ્રકારની ઘટનાઓ હોય તો એ વાયુવેગે ફેલાતી હોય છે એટલે કે ખરેખર બ્રાઝીલના સવાલ એ ઊભો થયો કે બ્રાઝીલના એરપોર્ટ પર 35 વર્ષ [સંગીત] પછી 1989 ની 12મી ઓક્ટોબરે કોઈ પ્લેન લેન્ડ જ નહોતું થયું શું માત્ર એક અખબારની મિસચીફના કારણે આ પ્રકારની ઘટના બની હોવાની વાત લોકો સુધી પહોંચી આજે પણ આ બાબત એક રહસ્ય ચોક્કસથી છે પણ આંગળી ચિંધાઈ રહી છે સૌથી પહેલો રિપોર્ટ જેણે છાપ્યો એ અખબાર ઉપર કે એણે કદાચ આમાં કોઈ ગીમિક અથવા તો મિસચીફ કર્યું એના કારણે આ જે ઘટના છે આવી રીતે વહેતી થઈ ગઈ હવે આ બધાની વચ્ચે વૈજ્ઞાનિકો અત્યારે સંશોધન કરી રહ્યા છે કે જે ફ્લાઈટ ગાયબ થઈ જાય છે કેમ કે આ એકમાત્ર ફ્લાઈટ નથી આવી જ એક બીજી ફ્લાઈટ છે તમેગલ પર અથવા YouTube પર તમે ટાઈપ કરશો મિસિંગ ફ્લાઈટ 513 અથવા તો મિસિંગ ફ્લાઈટ 914 તો આ પણ તમને આના ઉપર પણ ઘણી બધી સ્ટોરીઝ મળશે ઘણી બધી કહાની મળશે આજે મિસિંગ ફ્લાઈટ 914 છે એ 1955 માં ઉડાન બની હતી અને એના માટે પણ એવું કહેવાય છે કે એ જે ફ્લાઈટ છે એ 37 વર્ષ પછી 1992 માં એક એરપોર્ટ પર લેન્ડ થઈ અને ત્યાં પણ કહાની જર્મનીની પહેલી ફ્લાઈટ જેવી [સંગીત] જ હતી કે અચાનક એ વર્ષો બાદ દેખાય અને પછી લેન્ડ થઈ અને એની અંદર બધું જ રહસ્યમય હતું. વૈજ્ઞાનિકો અત્યારે કોશિશ એ કરી રહ્યા છે કે દુનિયામાં આવી ઘણી બધી ફ્લાઈટ છે જે મહાસાગરની ઉપરથી પસાર થઈ રહી હોય ખાસ કરીને આપણે સૌએ સાંભળ્યું હશે
બર્મુડા ટ્રાએંગલ ઉપર ઘણી બધી ફ્લાઈટ્સ મિસ થયાની વાતો થાય છે આ જ પ્રકારની જે મિસ ફ્લાઈટસ છે એટલે કે ગાયબ થયેલી ફ્લાઈટસ છે એના માટે એક વિશેષ સંશોધન કરી રહ્યા છે કે વિમાન ગાયબ થાય છતાં પણ એ ક્યાં ગયું છેલ્લે એનો તાગ મેળવી શકાય એની કોશિશ કરી રહ્યા અને દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે વૈજ્ઞાનિકો ખૂબ નજીક છે એવું સંશોધન કરવા તરફ કે જેનાથી એ ખબર પડી જાય કે જ્યારે પણ કોઈ ફ્લાઈટ હવામાંથી અચાનક ગાયબ થઈ જાય છે તો [સંગીત] છેક છેલ્લે એની સાથે શું થયું એનો તાગ મેળવી શકાય આપ પણ શું માનો છો સેન્ટિયાગો ફ્લાઈટ 513 ના ગાયબ થવાની આ કહાની પર ચોક્કસથી અમને જણાવજો અને આ જ પ્રકારના બીજા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ કિસ્સા છે જેના પર ઘણા સંશોધન થયા થયા છે પણ હજુ એનું રહસ્ય એમનું એમ છે એ પણ બહાર લાવવાની કોશિશો થઈ રહી છે આ બધાની વચ્ચે ઘણીવાર એવા દાવા કરવામાં આવે છે કે [સંગીત] કંઈક તો એવું ગુડ છે અગોચર છે જેના સુધી માનવજાત હજુ સુધી પહોંચી શકી નથી અને અચાનક જે ફ્લાઈટ્સ ગાયબ થઈ જાય છે જેનો એક પણ અવશેષ નથી મળતો મહિનાઓ સુધી દુનિયાના શ્રેષ્ઠ રેસ્ક્યુ અને સર્ચ જે ટીમ છે એની તપાસ કરતી હોય છે શોધ કરતી હોય છે પણ કશું જ મળતું નથી તો પછી આખરે એ ફ્લાઈટ્સ ક્યાં ગાયબ થઈ જાય છે એ સવાલ એટલે પહેલા સવાલને વધુ બળવત્તર બનાવે છે કે શું આપણી વચ્ચે કંઈક એવું ગુળ છે આગોચર છે જેના સુધી માનવજાતની પહોંચ છે જ નહીં એના માટે આપણે હજુ કેટલાક વધુ સંશોધનો કરવા પડશે કેમ કે વિજ્ઞાન જ છેવટે આપણે ત્યાં સુધી પહોંચાડી શકશું નમસ્કાર [સંગીત]