Cli

“મેને પ્યાર કિયા” માં સલમાન કરતાં ભાગ્યશ્રી ને વધુ ફી મળી હતી? અભિનેત્રીએ કર્યો ખુલાસો

Uncategorized

સલમાન ખાન અને ભાગ્યશ્રીએ વર્ષ 1989માં રિલીઝ થયેલી ફિલ્મ “મેને પ્યાર કિયા”થી દર્શકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી હતી. આ ફિલ્મે સલમાન ખાન અને ભાગ્યશ્રીને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. પરંતુ હવે આ ફિલ્મ સાથે જોડાયેલો એક રસપ્રદ ખુલાસો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ભાગ્યશ્રીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ફિલ્મ માટે તેમને સલમાન ખાન કરતાં ઘણો વધારે પગાર મળ્યો હતો. અભિનેત્રીના જણાવ્યા મુજબ તેમને સલમાન કરતાં લગભગ 5 ગણાં વધુ પૈસા મળ્યા હતા.

તે સમયે સલમાન ખાન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યારે ભાગ્યશ્રી પણ ડેબ્યુ કરી રહી હતી. તેમ છતાં પ્રોડ્યુસર્સે ભાગ્યશ્રીને વધુ ફી આપીને સાઇન કરી હતી.ભાગ્યશ્રીએ સ્પષ્ટ કહ્યું કે બોલીવૂડમાં કોઈપણ કલાકારની ફી માત્ર ટેલેન્ટ પર નહીં પરંતુ ડિમાન્ડ અને સપ્લાય પર આધારિત હોય છે. આ એક સામાન્ય બિઝનેસ મોડલ છે.

તેમણે આગળ કહ્યું કે મહિલા કલાકારો કેટલીય મહેનત કરે, પરંતુ જો પ્રોડ્યુસરને લાગે કે બીજી કોઈ અભિનેત્રી ઓછા પૈસામાં કામ કરી શકે છે તો તેઓ એ જ વિકલ્પ પસંદ કરે છે. જ્યાં સુધી મહિલાઓ એકજૂટ થઈને પોતાની કિંમત પર અડગ નહીં રહે ત્યાં સુધી પરિસ્થિતિ બદલાશે નહીં.ભાગ્યશ્રીએ આ વાતને રિયલ એસ્ટેટના ઉદાહરણથી પણ સમજાવી. જેમ લોકો સ્વિમિંગ પૂલવાળી પ્રોપર્ટી માટે વધુ પૈસા ચૂકવે છે, તેમ ફિલ્મોમાં પણ કલાકારની બ્રાન્ડ વેલ્યુ અને તેની અપિલ જોવામાં આવે છે.

“મેને પ્યાર કિયા” માટે સલમાન ખાનની ફી ₹31,000 નક્કી કરવામાં આવી હતી, જે ફિલ્મ સુપરહિટ થયા પછી વધારીને ₹75,000 કરવામાં આવી. જ્યારે ભાગ્યશ્રીને ફિલ્મ માટે ₹1.5 લાખ મળ્યા હતા.ફિલ્મના કો-સ્ટાર પ્રવીણ દસ્તૂરે પણ અગાઉ જણાવ્યું હતું કે સેટ પર સૌથી વધુ ફી ભાગ્યશ્રીને મળી હતી.આ સમગ્ર ખુલાસા પર તમારું શું કહેવું છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *