બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત 1983માં આવેલી ફિલ્મ બેતાબથી કરી હતી સની દેઓલના પિતા ધર્મેન્દ્ર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામના ધરાવતા હતા તેમને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મો આપી ખૂબ લોકપ્રિયતા મેળવી હતી.
ધર્મેન્દ્ર પોતાના બંને દીકરાઓને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ અભિનેતા બનાવવા માંગતા હતા આ સમયે સની દેઓલ ની પહેલી ફિલ્મ સુપરહિટ રહી હતી ત્યારબાદ પોતાના દમદાર અભીનય અને ભારેખમ ડાયલોગ થકી ખૂબ જ નામના અને પ્રસિદ્ધિ મેળવી સની દેઓલ એ ઘણી બધી ફિલ્મોમાં શાનદાર અભિનય થકી.
પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી આ સમયે સની દેઓલ સાથે બોલીવુડ ના સુપરસ્ટાર અભિનેતા ઋષિ કપૂર એ પણ એક ફિલ્મોમાં કામ કર્યું હતું ઋષિ કપૂર આ ફિલ્મમાં લીડ અભિનેતા હતા પરંતુ ફિલ્મની મહેફિલ સની દેઓલ એ લૂંટી લીધી હતી સાલ 1993 માં આવેલી ફિલ્મ દામીની માં અભિનેતા.
સની દેઓલ ના પાત્રના ખૂબ જ વખાણ થયા હતા ફિલ્મ દામિનીમાં તેઓ લીડ અભિનેતા નહીં પરંતુ એક વકીલની ભૂમિકામાં જોવા મળ્યા હતા લીડ અભિનેતામાં ઋષિ કપૂર હતા પરંતુ સનિ દેઓલ ના દમદાર અભિનય અને જબરદસ્ત ડાયલોગ ના કારણે સની દેઓલ ને આ ફિલ્મ થી ખુબ લોકચાહના મળી આ ફિલ્મ માં લોકોએ સની દેઓલ નો.
અભિનય ખુબ જ પસંદ કર્યો પરંતુ ઋષિ કપૂર આ વાત થી ખૂબ જ નારાજ હતા આ ફિલ્મનુ નિર્દેશન રાજ કુમાર સંતોષી એ કર્યું હતું 30 એપ્રિલ 1993 માં આ ફિલ્મ રીલીઝ થઇ હતી ફિલ્મના પ્રોડ્યુસર અલી મોરાની હતા ફિલ્મ ની કહાની લોકોને ખૂબ જ પસંદ આવી આ ફિલ્મ માં શ્રેષ્ઠ અભિનય થકી સની દેઓલ ને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવા મા આવ્યો.
આ સમયે ફિલ્મ ના મોટા પોસ્ટર માં ઋષિ કપૂરને પાછળ રાખવામાં આવતા તેઓ નારાજ થયા હતા અને ફિલ્મ પ્રમોશનની પાર્ટીમાં તેઓ હાજર રહ્યા નહોતા તેના કારણે ફિલ્મ મેકર તેમને મનાવવા માટે ઘેર પહોંચ્યા હતા અને તેમને મનાવ્યા હતા આ ફિલ્મ ખૂબ જ સુપરહિટ સાબિત થઈ હતી ત્યારબાદ સનિ દેઓલ અને ઋષિ કપૂર વચ્ચે મતભેદો ઉકેલાયા હતા.