મુસીબત આવે તો ચારે તરફથી હોય છે, આ વાક્ય તો તમે સાંભળ્યું જ હશે. હાલમાં આ વાક્ય ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર વિવેક બિંદ્રાના જીવનમાં લાગુ પડતું જોવા મળી રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલા જ જાણીતા યુ ટ્યુબર અને મોટીવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા તેમના હરીફ સંદીપ માહેશ્વરી સાથેના સોશિયલ મીડિયા પરના વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતા. જે બાદ તેઓ હાલમાં ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જો કે હાલમાં તેઓ વ્યવસાય ને કારણે નહિ પરંતુ અંગત જીવનને કારણે ચર્ચામાં આવ્યા છે. ખબર અનુસાર હાલમાં વિવેક બિન્દ્રા પર નોઈડામાં પત્ની સાથે મારપીટ કરવા અંગે ફરિયાદ નોધવામાં આવી છે.
સામે આવેલી માહિતી અનુસાર યુ ટ્યુબર વિવેક બિન્દ્રા જેમણે ગત ૬ ડિસેમ્બરના રોજ યાનિકા નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્ન બાદ ૮ ડિસેમ્બરના વિવેકનો તેની માતા પ્રભા સાથે કોઈ કારણસર ઝગડો થતા પત્ની તેમને શાંત કરાવવા વચ્ચે પડી હતી. જો કે વિવેકે પત્નીની વાત માનવાને બદલે રૂમનો દરવાજો બંધ કરી, તેની સાથે મારપીટ શરૂ કરી હતી. જણાવી દઇએ કે વિવેક વિરૂદ્ધ આ ફરિયાદ યાનીકા ના ભાઈ વૈભવે કરી હતી. તેને ફરિયાદમાં જણાવ્યું કે વિવેકે તેની બહેનના વાળ ખેંચી તેને માર માર્યો અને તેનો ફોન પણ તોડી નાખ્યો હતો.
જણાવી દઈએ કે આ ઘટનાનો હાલમાં એક વિડિયો પણ સામે આવ્યો છે જેમાં વિવેક તેની પત્નીને કોઈ એપાર્ટમેન્ટમાં લઇ જતો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં યાનિકાને શારીરિક ઈજા પહોંચી હતી જેને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ ઘટનાને કારણે યાનિકાનો કાનનો પડદો ફાટી ગયો હતો જેથી તેને સંભળાવવાનું બંધ થઈ ગયું હતું. જેને કારણે તેના ભાઈએ વિવેક વિરુદ્ધ ૧૪ ડિસેમ્બરના રોજ ફરિયાદ નોંધાવી હતી.
જોકે આ પહેલી વાર નથી આ પહેલા પણ વિવેકનો પોતાની પહેલી પત્ની સાથે વિવાદનો કેસ શરૂ થયો હતો. જે હાલમાં ફરીદાબાદમાં પેન્ડિંગ છે વાત કરીએ વિવેક બિન્દ્રા ના વ્યવસાય વિશે તો આ યુ ટ્યુબરના ૨૧.૪મિલિયન અને ઈન્સ્ટાગ્રામ પર ૩.૯મિલિયન ફોલોઅર્સ છે.