કોઈપણ સરકારી વસ્તુઓની શરૂઆત સામાન્ય લોકોના લાભ માટે કરવામાં આવતી હોય છે એ તો સૌ કોઈ જાણે છે. ખાસ કરીને સરકારી વાહનવ્યવહારની વ્યવસ્થા જ સામાન્ય વ્યક્તિ માટે ઊભી કરવામાં આવી છે. પરંતુ આજના સ્વાર્થના યુગમાં ઘણીવાર આ સરકારી જગ્યાઓ પર દાદાગીરી સાથે લૂંટ ચલાવવામાં આવતી હોય છે. ઘણીવાર કિંમત કરતા વધુ પૈસા વસૂલવામાં આવતા હોય છે. જેના વીડિયો પણ સામે આવતા હોય છે.
હાલમાં એક આવો જ વીડિયો ઇડર થી સામે આવ્યો છે. જેમાં ઇડર બસ ડેપો પર આવેલ કેન્ટિંગનો માલિક લખેલી કિંમત કરતા વધુ પૈસાની માંગ કરતો જોવા મળી રહ્યો છે. વિગતે વાત કરીએ તો ઈડરના બસ ડેપો પર હાજર એક યુવાન ડેપો પર આવેલી કેન્ટીનમાં બિસ્કીટનું પેકેટ લેવા પહોંચ્યો હતો. તેને ૧૦ રૂપિયાનું પેકેટ લઈ દુકાનદાર ને ૧૦ રૂપિયા આપ્યા પરંતુ દુકાનના માલિકે ૧૫ રૂપિયાની માંગ કરી. યુવાન જાગરૂક હોવાથી તેને આ અંગે વીડિયો બનાવ્યો. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુકાન નો માલિક યુવાન સાથે દાદાગીરી કરતા જોવા મળી રહ્યો છે. યુવાનને કહી રહ્યો છે કે તું નવરો હોઈશ હું નવરો નથી. તે પહેલા પણ મારો સમય બગડ્યો છે ઉલ્લેખનીય છે કે આ કોઈ પહેલીવાર ની ઘટના નથી આ પહેલા પણ આવી અનેક ફરિયાદો સામે આવી ચૂકી છે.
જો કે સરકાર આ વિરોધ અત્યાર સુધીમાં કોઈ જ પગલા લેતી જોવા મળી નથી. સવાલ એ થાય કે સરકારી જગ્યાઓ જો સામાન્ય વ્યક્તિ માટે છે તો ત્યાં ચાલતી આવી લૂંટને રોકવા કોઈ પગલાં કેમ લેવામાં નથી આવતા. જો કે એ પણ નોંધવું રહ્યું કે આ કેન્ટીનના લોકો સાથે બસના ડ્રાઈવર અને કંડકટરનો પણ સાથ હોય છે.