Cli
hansaben bharatbhai parmar

“હંસાબેન ભરતભાઇ પરમાર” ને પણ લાગ્યો ઇન્ટરનેટ નો ચસ્કો ! ઇન્સ્ટા પર વિડિયો જોવાની કરી ચોખવટ…

Story

આજના સોશિયલ મીડિયા યુગમાં કોનો વીડિયો ક્યારે વાયરલ થઈ જાય અને કોણ રાતોરાત લોકપ્રિયતા મેળવી લે તે કહેવું ખૂબ જ અઘરું છે. સોશિયલ મીડિયાના આ યુગમાં રોજ લાખો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતા હોય છે. કેટલાક વીડિયો જીવનની રીત શીખવતા હોય છે, તો કેટલાક જીવનની હકીકત બતાવતા હોય છે, તો કેટલાક વીડિયોમાં કઈ ખાસ ન હોવા છતાં પણ પેટ પકડી ને હસવા પર મજબુર કરી દેતા હોય છે.

હાલમાં આવો જ એક પેટ પકડીને હસવા પર મજબૂર કરી દેતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા એક રિપોર્ટર ને પોતાનું નામ જણાવતી જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો આ વીડિયોમાં ખાસ કોઈ જ એવી વાત નથી પરંતુ આ મહિલાની પોતાનું નામ બોલવાની સ્ટાઈલ તમને હસવા પર મજબૂર કરી દે તેવી છે.

આ વીડિયોમાં મહિલા રિપોર્ટરને પોતાનું નામ હંસાબેન ભરતભાઈ પરમાર જણાવતી જોવા મળી રહી છે. આ ઉપરાંત રિપોર્ટર દ્વારા કેજરીવાલ પાર્ટી અંગે સવાલ પૂછવામાં આવતા તે સાવરણાવાળાં તરીકે ઉલ્લેખ કરે છે જે પણ હાસ્યાસ્પદ લાગે છે.

જો કે હાલમાં આ મહિલાનો અસલી વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો બીજી તરફ આ મહિલાના નામનું દુરુપયોગ પણ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ મહિલાના નામનો ઉપયોગ કરી વિચિત્ર વીડિયો પણ બનાવી રહ્યા છે. જેને કારણે મહિલાએ લોકોને ચેતવણી પણ આપી છે. હાલમાં મહિલાનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેણે લોકોને કહ્યું છે કે તેઓ ખોટા વિડીયો બનાવવાનું બંધ કરી દે નહીં તો તેણે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે.

જોકે પોતાની સફળતા અંગે વાત કરતા મહિલાએ કહ્યું કે તેના માટે આ સફળતા એક સપના જેવી છે. તેને ક્યારેય આવું વિચાર્યું ન હતું. પરંતુ હવે તે આવા વધુ વીડિયો પણ બનાવશે. આ માટે તેમને પોતાના નામનું ઈન્સ્ટાગ્રામ પેજ પણ બનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *