આજના યુગમાં ગુજરાતીઓ માત્ર રાજનીતિ ક્ષેત્રે જ નહિ સિનેમા ક્ષેત્રે પણ પ્રગતિ કરી રહ્યા છે.બોલીવુડ ફિલ્મોને પાછળ પાડી આજે ગુજરાતી ફિલ્મો યુવાનો માટે મનોરંજનની પહેલી પસંદ બની છે.
એવામાં બોલિવુડની જેમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ કેટલાક એવા કલાકારો છે જેમણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષોના વર્ષો વિતાવ્યા હોય આવા જ એક કલાકાર છે વિક્રમ ઠાકોર.
એકવાર પિયુ ને મળવા આવજે થી ઘરઘરમાં લોકપ્રિય બનેલ ગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોરની ફિલ્મો ભલે હાલમાં ચર્ચામાં ન આવી હોય પરંતુ હાલમાં વિક્રમ ઠાકોર અને તેમનો પરિવાર ખૂબ ચર્ચામાં છે.
હકીકતમાં અભિનેતા અને ગાયક તરીકે ઓળખ બનાવી ચુકેલા વિક્રમ ઠાકોરે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી.આ પોસ્ટમાં તેમને પોતાના દીકરા મિલનની સગાઈ અંગે જાણકારી આપી હતી.
હાલમાં આ જ ખબર ને કારણે વિક્રમ ઠાકોર અને તેમનો પરિવાર ચર્ચામાં જોવા મળી રહ્યો છે.જણાવી દઈએ કે વિક્રમ ઠાકોરના દીકરા મિલનની મંગેતરનું નામ દિશા છે.જેના હાલમાં કેટલાક ફોટા પણ સામે આવ્યા છે.
હાલમાં સામે આવેલા આ ફોટામાં દિશાની સાદગી અને સુંદરતા ઉડીને આંખે વળગે તેવી છે.
વાત કરીએ વિક્રમ ઠાકોરના પરિવાર અંગે તો પરિવારમાં તેમની પત્ની તારા અને દીકરી પૂજા સિવાય તેમના માતા -પિતા અને બે ભાઈ છે.