પાછલા કેટલાક વર્ષથી ગુજરાતી ડાયરા નો મહત્વનો હિસ્સો બની ગયેલા કમાંભાઈ વિશે તો તમે સાંભળ્યું જ હશે.કિર્તીદાન ગઢવીના એક ડાયરામાં પોતાની મોજમાં નાચી રહેલા કમા પર કિર્તીદાન ગઢવી ની નજર પડી.તેમને કમાની નિખાલસતા સ્પર્શી ગઈ.
જે બાદથી તેઓ કમા ને પોતાના ડાયરા માં સાથે રાખવા લાગ્યા.કિર્તીદાન ગઢવીના સાથ પછી કમાભાઈની લોકપ્રિયતા એટલી વધી કે કોઈપણ ગુજરાતી ડાયરા કલાકારનો ડાયરો તેમના વિના પૂરો થાય જ નહિ.જો કે આ તમામ વાતો,કમાભાઇની સ્ટાઇલ વિશે તો તમે જાણતા જ હશો પરંતુ શું તમે જાણો છો કે કમાભાઇનું અસલ નામ શું છે?તેમજ તેમના પરિવારમાં કોણ કોણ છે?
વાત કરીએ કમા ભાઈના અસલ નામ વિશે તો હાલમાં કમા તરીકે જાણીતા બનેલ કમાભાઈનું અસલ નામ કમલેશ દલવાડી છે તે મૂળ કોઠારીયા ગામના રહેવાસી છે. તેમના પિતાનું નામ નરોત્તમભાઈ છે. તેમના ત્રણ દીકરા છે અને કમાભાઈ સૌથી નાના છે.તેમની ઉંમર ૩૬ વર્ષ હોવાનુ કહેવાય રહ્યું છે.
કમાભાઇના બે મોટાભાઈના લગ્ન થઈ ગયાં છે.તેમને બે દીકરા છે. જેમના નામ નિમેષ અને કૃણાલ છે.કમાભાઈ દિવ્યાંગ છે.તેઓ એકદમ સાદું જીવન જીવે છે.