પોતાનો થુંક વાળો વિડીયો સામે આવ્યા બાદ હવે ખુદ જાવેદ હબીબ સામે આવ્યા છે અને એમણે બહુ મોટી વાત કહી દીધી છે હકીકતમાં જાવેદ હબીબનું મુઝફ્ફરનગરમાં એક ઇવેંટ હતું આ દરમિયાન ત્યાં એક સેમિનાર પણ રાખવામાં આવ્યો હતો હબીબ આ દરમિયાન એક મહિલાના વાળ કાપી રહ્યા હતા.
ત્યારે જાવેદ હબીબને પાણી ન મળતા મહિલાના વાળમાં થુંકી દીધું હતું આ જોઈને ત્યાં રહેલ લોકો હસવા લાગ્યા હતા પરંતુ જેવાજ આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થયો હંગામો મચી ગયો બધી બાજુ હબીબની ધરપકડની માંગ કરવા લાગ્યા જે મહિલા સાથે આ ઘટના થઈ તેણે પણ એવું બયાન આપતા કહ્યું.
આ હબીબની બહુ ગંદી અને વિચિત્ર હરકત હતી મહિલાએ આરોપ લગાવ્યો કે હબીબે તેની સાથે અભદ્વતા કરી છે તેના બાદ વિવાદ વધુ વધી ગયો પરંતુ હવે પુરા વિવાદ બાદ હબીબ ખુદ સામે આવ્યા છે જેમણે માફી માંગતો વિડિઓ બનાવ્યો છે વિડિઓ દ્વારા જાવેદે વાળમાં થુંક નાખવા બદલ નહીં પરંતુ પોતાના શબ્દો બદલ માફી માંગી છે.